<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

રાજકોટ બાર એસો.ના પ્રમુખ પરેશભાઇ મારૂનો જન્‍મદિવસઃ પ૪ પુરા કરી પપમાં પ્રવેશ

રાજકોટઃ તા. ૧૮, રાજકોટ બારના પ્રમુખ પરેશભાઈ મારૂનો ૫૫ મો જન્‍મદીન આજે છે. રાજકોટ બાર એસોશીએશનના વર્તમાન પ્રમુખ અને સીવીલ પ્રકટીશનર તરીકે સીનીયર ધારાશાસ્ત્રી તેમજ રાજયસભાના પુર્વ સાંસદ સ્‍વ. અભયભાઈ ભારદ્વાજ અને જયુભાઈ શુકલ સાથે વકીલાતની શરૂઆત કરી છેલ્લા ૨૫ વર્ષથી વકીલાતના વ્‍યવસાયમાં ઉમદા કામગીરી કરી રાજકોટના વકીલો માટે સતત ચીંતીત અને રાજકોટના વકીલોનો અવાજ બુલંદ કરવા વોઈસ ઓફ લોયર્સના કન્‍વીનર તરીકે રાજકોટના વકીલોના સંતાનોને પ્રોત્‍સાહીત કરવા વિદ્યાર્થી સન્‍માન સમારોહ જેવા કાર્યક્રમો આપવાની શરૂઆત કરેલ અને રમત જગતમાં વકીલોના રોજીંદા વ્‍યવસાયમાં ગંભીર મુદ્દાને ટ્રેસલેસ અને ફી માઈન્‍ડ કરવા લોયર્સ સ્‍પોટર્સ ફાઉન્‍ડેશનના કન્‍વીનર તરીકે છેલ્લા ૧૭ વર્ષથી સીઝન ક્રિકેટ ટુર્નામેન્‍ટ, ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્‍ટ, તથા વકીલો માટે લીગલ સેમીનાર, તથા વકીલોને અનુરૂપ અલગ અલગ કાર્યક્રમો આપેલ જેમાં અબોલ પશુ-પક્ષીઓ માટે ચકલાના પાણીના કુંડા, તથા બર્ડ ફીડર તથા ચકલીના માળા, વિગેરેનુ વિતરણનુ આયોજન કરવા તથા વકીલોમાં સ્‍પોટર્સમેન સ્‍પીરીટ વિકસાવવાના વિચાર અનુરૂપ કાર્યો કરી આ વખતના રાજકોટ બાર એસોશીએશનનુ સુકાન સંભાળતા વર્ષ દરમ્‍યાન વિવીધ રકમ ગમત અન્‍વયેના કાર્યક્રમો આપી છેલ્લે ખેલ મહાકુંભ જેવો મહત્‍વનો કાર્યક્રમ આપનાર પ્રમુખશ્રી પરેશભાઈ મારૂ કે જેની આગેવાની હેઠળ આવતા મહીનામાં સૌરાષ્‍ટ્ર કચ્‍છના તમામ વકીલશ્રીઓના અભ્‍યાસ અર્થે લીગલ સેમીનારનુ રાજકોટ બાર એસોસીએશનના નેજા હેઠળ આયોજન કરવા જઈ રહેલ હોય તેવા વકીલોના હીતના વિચાર સાથે સમાજ જીવનમાં શૈક્ષણીક ક્ષેત્રે શીક્ષણ જગતમાં રાજકોટ સ્‍વનિર્ભર શાળા સંચાલકમાં લીગલ એડવાઈઝર તરીકે તેમજ અનેક હોદાઓ મારફત ૧૯ વર્ષથી સેવાકીય પ્રવળતિ શીક્ષણ ક્ષેત્રમાં તથા જાહેર સામાજીક ક્ષેત્રમાં તેમજ પોતાના કડીયા જ્ઞાતિના શીક્ષણ ક્ષેત્રમાં તેમજ વિવિધ સંસ્‍થાઓમાં પ્રત્‍યક્ષ રીતે મહત્‍વની સેવાઓ આપી રહેલ હોય તેવા આગેવાન અને મોભી તરીકે તમામના માનવંતા, સરળ અને સૌમ્‍ય સ્‍વભાવના એવા સીનીયર ધારાશાસ્ત્રી શ્રી પરેશભાઈ મારૂના ૫૪ વર્ષ પુરા કરી ૫૫ માં જન્‍મદિન નિમીતે બહોળા મિત્ર વર્ગમા તથા સીનીયર ધારાશાસ્ત્રીઓ તથા જુનીયર વકીલો તથા અલગ અલગ સંસ્‍થા, મંડળો, તથા જ્ઞાતિજનો ધ્‍વારા મો.૯૪૨૭૨ ૨૧૫૯૭ઉપર જન્‍મદિનની શુભેચ્‍છા પાઠવી લાગણી વ્‍યકત કરેલ છે. (૩પ-૧૮)

(3:19 PM IST)