News of Friday, 17th October 2025
ઉનામાં ૫૦ વર્ષથી પત્રકાર તરીકે સેવા આપતા નવીનભાઇ જોષીનો જન્મદિન
પત્રકાર નવીનભાઇ પ્રેસ કલબ તાલુકાના ઉપપ્રમુખ અને બ્રહ્મસમાજના ટ્રસ્ટી છે

ઊના : ૫૦ વર્ષથી પત્રકાર તરીકે સેવા આપતા અને સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી નવીન ભાઈ જોશીના આજે ૬૮માં જન્મ દિવસે તેમના ઉપર શુભેચ્છકો દ્વારા અભિનંદન સાથે શુભકામનાઓ ની વર્ષા થઈ રહી છે.
પ્રેસ ક્લબ ઓફ ઊનાના ઉપ પ્રમુખ અને સમસ્ત બ્રહ્મ સમાજ ઊનાના ટ્રસ્ટી તેમજ ઊના નગર પંચાયતના પૂર્વ સદસ્ય અને ગીરી નારાયણ બ્રાહ્મણ ઊના ના પૂર્વ પ્રમુખ તેમજ છેલ્લા ૫૦ વર્ષથી વિવિધ અખબારો માં પત્રકાર તરીકે સેવા આપતા નવીન ભાઈ જટાશંકર જોશી તેમના જીવન ના ૬૭ વર્ષ આજે શુક્રવારે પૂર્ણ કરી ૬૮ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે.
અખબારી જગતના પત્રકારો, કુટુંબીજનો, સમસ્ત બ્રહ્મસમાજ અને મિત્ર મંડળ, શુભેચ્છકો નવીનભાઇને જન્મ દિવસે તેમનું જીવન આરોગ્યમય અને તંદુરસ્ત રહે તેવી શુભ કામનાઓ તેમના મો.નં.૯૪૨૭૧ ૮૩૯૦૭ ઉપર આવી રહ્યા છે.(૨.૭)
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
