તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th October 2025
યુવા એડવોકેટ યશ એન. ચોલેરાનો આજે જન્મદિવસ

રાજકોટઃ મૂળ રાજુલાના વતની અને અહીંયા રાજકોટ માજ અભ્યાસ કરી અહીજ સ્થાયી થયેલા યુવા ધારાશાષાી યશ એન. ચોલેરા નો આજે જન્મદિવસ છે. હસમુખા અને મળતાવડા સ્વભાવ તેમજ નાના માણસો ને મદદ કરવા હંમેશા તત્પર રહેવાની પરોપકાર ભાવનાના કારણે સિન્યર-જુનિયર વકીલો માં અનોખું સ્થાન મેળવ્યું છે. રાજુલા માં પણ તેમના દાદા સામાજિક, રાજકીય ક્ષેત્રે અગ્રણી તેમજ સહકારી ક્ષેત્રના ભીષ્મપિતામહ તુલ્ય ગણાતા બાલુદાદા ઠક્કર રાજુલા નાગરિક સહકારી બેંક ના સ્થાપક પૂર્વ ચેરમેન હતા. બેંક ની સ્થાપના થી લઈને ૪૫ વર્ષ થી ડિરેક્ટર તરીકે સેવા આપતા હતા તેમજ રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ૩૫ વર્ષથી ડિરેક્ટર પદે સેવા આપતા હતા રાતદિવસ જોયા વિના સામાજિક, રાજકીય સેવા કરેલ તેવીજ રીતે વારસાગત યશભાઈ પણ કોર્ટ, સામાજિક, રાજકીય સેવા સાથે જોડાયેલા છે. આજરોજ તેમના જન્મદિવસે તેમને સીન્યર-જુનિયર વકીલો, મિત્રો, સગાસબંધી તરફથી યશભાઈને શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે.(૬.૧૪)
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
