તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th September 2025
નલીન તન્નાનો હર ધબકાર, સેવા અને સહકાર.... કાલે જન્મદિન

રાજકોટઃ શહેરની અનેક સેવા સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા જાહેર જીવનના- સમાજજીવનના અને રઘુવંશી સમાજ અગ્રણી શ્રી નલીન તન્ના નો આવતીકાલે ૫૮ મો જન્મદિવસ છે. રાજકોટ શહેર ના ભાગોળે આવેલ દેશ વિદેશ માં ખ્યાતિપ્રાપ્ત દીકરાનુ ઘર વળદ્ધાશ્રમના સ્થાપક ટ્રસ્ટી અને રક્તદાનએ મહાદાન છે તે સૂત્રને જીવનમા અપનાવી વન ફેમિલી વન ડોનરનુ સૂત્ર યંગ સ્ટાર બ્લડ બેંકના માધ્યમથી ઘેર ઘેર ગુંજતું કરનાર જેમણે ૧૫૦૦ થી વધુ શિબિરો અને ૩ લાખ જેટલા દાતાઓ ઉભા કરી સેવાની મિસાઇલ કાયમ કરી છે.
નલીનભાઈ તન્ના રક્તદાન, ચક્ષુદાન, દેહદાન અને થેલેસેમિયા જેવી પ્રવળત્તિના પ્રણેતા છે. સહકારી ક્ષેત્રની શિરમોર શ્રી નિધી ક્રેડિટ કો.ઓપ. સોસાયટી લી. ના ડિરેક્ટર, વિવેકાનંદ યુથ ક્લબના સલાહકાર સહિતની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમના જન્મદિવસ નિમિતે તેમના વિશાળ મિત્રવર્તુળ દ્વારા શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
મોબાઇલ નંબર ૯૮૨૫૭ ૬૫૦૫૫ રાજકોટ
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
