તા. ૪ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૭ શુક્રવાર
News of Saturday, 27th September 2025
ડો.એમ.કે. કાદરીનો જન્મદિવસ

રાજકોટ તા.૨૭: મુસ્લિમ સમાજના જાણીતા સેવાભાવી અગ્રેસર ડો.એમ. કે. કાદરીનો કાલે રવિવારે જન્મદિવસ છે અને તેઓ જીવનના ૬૪માં વર્ષમાં પ્રવેશનાર છે. ગત તા.૨૮-૯-૧૯૬૨ના જન્મેલા ડો.એમ.કે. કાદરી રાજકોટ મુસ્લિમ ડોકટર્સ એસો.ના પ્રમુખ, રાજકોટ જીલ્લા આયુર્વેદીક મે. પ્રે. એસો.ના સેક્રેટરી, રાજકોટ વૈદ્યસભાના સહમંત્રી, કોઠારીયા રોડ ડોકટર્સ એસો.ના ઉપપ્રમુખ તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. જન્મ દિવસની સાથે સાથે તેઓના ‘ઝૂબેૈદા કલિનિક' (જંગલેશ્વર, હુસેની ચોક)નો પણ ૪૦મા વર્ષમાં પ્રવેશ હોય આ પ્રસંગે ડો.રૂકમુદીન કડીવાર, ડો.અમિત હપાણી, ડો.અતુલ પંડયા, ડો.વેકરીયા તથા ડો.ભગવાનજીભાઇ ફળદુ અને અલ્તાફભાઇ ઠાસરીયા સહિતના તબીબો, મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
