<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

બીએસએનએલના નિવૃત્ત ડીજીએમ કે.એન.પટેલ(કનુકાકા)નો જન્‍મદિવસ

રાજકોટઃ બીએસએનએલ.ના કનુકાકા (કે. એન. પટેલ)નો આજે જન્‍મદિવસ છે. તેઓ ૧૯૭૮-૭૯ માં વડીયામાં ટેલીફોન ઓપરેટર તરીકે સૌપ્રથમ ડીઓટીમાં જોઇન્‍ટ થયા અને પ્રતિઉત્તર પરીક્ષા આપીને સ્‍ટેપ બાય સ્‍ટેપ પ્રમોશન સાથે રાજકોટમાં જ ડીજીએમ તરીકે નિવળત્ત થયા. ઓપરેટર બાદપ્રથમ પરીક્ષા ઉર્તિણ કરી ૧૯૮૦ માં મુંબઈમાં જેઆઈ તરીકે ટ્રેનીંગ પુરી કરી ત્રણ વર્ષ સુરતમાં ફિલ્‍ડ ટ્રેનીંગ લઈને સીધા રાજકોટ જયુબેલી બાગમાં પોસ્‍ટીંગ થયેલ. ૧૯૯૮ સુધીમાં લગભગ દરેક ક્ષેત્રનો અભ્‍યાસ કરી અને તેમનો સહયોગ ડીપાર્ટમેન્‍ટને આપેલ છે. ૧૯૯૮ માં એસડીઓ સબ ડીવી. ઓફીસર તરીકે જામનગર જીલ્લામાં પોસ્‍ટીંગ થયેલ.

તેમને કાલાવડ ગામ અને ગ્રામ્‍યની જવાબદારી આપેલ. ૨૦૦૧ થી ૨૦૧૨ સુધી ત્રીજુ પ્રમોશન લઈને રાજકોટમાં વિવિધ પોસ્‍ટ (ડીઈ કોમ્‍પ્‍યુટર) એજીએમ, પીઆર. સીટી, એજીએમ(એમઆઈએસ), ઈબી જેવા મહત્‍વના ખાતા સંભાળેલ. ૧૦ વર્ષના ટેન્‍યોરમાં ફરી ૨૦૧૨ માં વલસાડ ડીસ્‍ટ્રીકટમાં વાપી, સેલવાસ, દમણમાં પોસ્‍ટીંગ થયેલ. કે. એન. પટેલને વાપીમાં વીઆઇપી સૌરાષ્‍ટ્ર, એએસએસઓ, લોકલ એમ.પી., એમ.એલ.એ. દરેકે તેમની સેવાની કદર કરી હતી.  ૨૦૧૪ માં  રાજકોટમાં પોસ્‍ટીંગની સાથે ધોરાજીમાં ગ્રામ્‍ય તથા સીટીમાં પોસ્‍ટીંગ થયેલ ત્‍યારપછી રાજકોટ સીટી લોહાનગરમાં ડીજીએમ (ડેપ્‍યુટી જનરલ મેનેજર) તરીકે એડમીન લીગલ જનરલ, ઈબી., એમ.આઈ.એસ., વીપીટી જેવા જવાબદારી વાળા હોદામાં અવિરત કાર્ય કરીને ૨૦૧૮ માં નિવળત્ત થયેલ. મો. ૯૪૨૬૭ ૮૩૭૮૩.

(4:02 PM IST)