<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

જુનાગઢ ભાજપ મિડિયા વિભાગનાં સંજય પંડ્‍યાનો જન્‍મદિવસ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૪: ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર અને પાર્ટીમાં  અનેક જવાબદારીઓ નિભાવી ચુકેલા અને હાલ પણ જુનાગઢ મહાનગરમાં મિડીયાની જવાબદારી સાથે ૨૦૧૭ તથા ૨૦૨૨માં ગુજરાત ગૌરવ યાત્રામાં જવાબદારી ૨૦૨૪ લોકસભામાં મિડિયાની જવાબદારી તથા વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં મિડિયા ની જવાબદારી નિભાવી ચુકેલા સંજય પંડ્‍યા હાલ ગાંધીનગર ખાતે કેસરી દૈનિક અખબાર સંભાળી રહ્યા છે.

અનેક સામાજિક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા જેમાં જીઆરડી ડેવલપમેન્‍ટ એન્‍ડ વેલફેર બોર્ડમાં ગુજરાત ડાયરેક્‍ટર, નરેન્‍દ્ર મોદી વિચાર મંચમાં પ્રદેશ કોર કમિટીનાં સલાહકાર તરીકે ચાર ટર્મથી કાર્યરત સાથે શ્રી બ્રહ્મયુવા શક્‍તિ સેવા ટ્રસ્‍ટ તથા હજારો કલાકારો ની સંસ્‍થા ગુજરાત કલાવળંદ નાં ફાઉન્‍ડર ટ્રસ્‍ટી તરીકે હાલ પણ સેવાઓ આપી રહ્યા છે.

ગઇકાલે તેમનો જન્‍મદિન હોવાથી ભુપેન્‍દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્‍યક્ષ પાટીલ, કેબિનેટ મંત્રી રૂષિકેશભાઇ પટેલ, પ્રદેશ મિડીયા કન્‍વિનર ડો.યજ્ઞેશભાઇ દવે, રાષ્‍ટ્રીય કીશાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલીયા, કેસરી દૈનિક અખબાર નાં તંત્રી સુનિલભાઈ નાવાણી, ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર અધ્‍યક્ષ ગૌરવભાઇ રૂપારેલિયા, ધારાસભ્‍ય સંજયભાઇ કોરડીયા, પુર્વ પ્રમુખ પુનિતભાઇ શર્મા, મેયર ધર્મેશભાઈ પોશીયા, ડેપ્‍યુટી મેયર આકાશ કટારા, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર સાશક પક્ષનાં નેતા મનન અભાણી દંડક કલ્‍પેશ અજવાણી પ્રદેશ મિડીયા ટીમનાં શૈલેષ પરમાર, રાજુ દેસાઇ, પાર્થ રાવલ શ્રી સમસ્‍ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્‍યકક્ષાના અધ્‍યક્ષ ડો.અશ્વિનભાઈ ત્રિવેદી મહામંત્રી દિનેશભાઇ રાવલ, ગીરીશભાઈ ત્રિવેદી, આશિષભાઇ મહેતા, સહિત બ્રહ્મ અગ્રણીઓ સાથે જુનાગઢ મિડિયા વિભાગનાં સુરેશ પાનસુરીયા જીતેન્‍દ્ર ઠકરાર તથા સમગ્ર પ્રદેશ મિડીયા ટીમ તથા બહોળી સંખ્‍યામાં દરેક ક્ષેત્રમાં મિત્રો ધરાવતા સંજયભાઇ પંડ્‍યાને ગાંધીનગર તથા જુનાગઢના પત્રકાર મિત્રો સ્‍નેહીઓ સગાં સંબંધીઓએ જન્‍મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

(11:47 AM IST)