તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd September 2025
રાજકોટના રેવન્યુ પ્રેકટીશનર મિલન એ. ધોળકિયાનો જન્મદિવસ

રાજકોટ તા.૨૩: રાજકોટ બાર એસોસિએશનના સભ્ય અને રેવન્યુ પ્રેક્ટિશનર એડવોકેટ મિલન એ. ધોળકિયાનો આજરોજ જન્મદિવસ છે તેઓએ તેમના યશસ્વી જીવનના ૪૧ વર્ષ પૂર્ણ કરી ૪૨ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે .
એડવોકેટ મિલનભાઈ ધોળકિયાએ એલએલબીની પરીક્ષા પાસ કર્યા બાદ વકીલની ડિગ્રી સનદ મેળવી સને ૨૦૧૨ થી વકીલાતની શરૂઆત કરી હતી તેઓ હાલ રાજકોટના સિનિયર મોસ્ટ એડવોકેટ રેવન્યુ પ્રેક્ટિશનર વિજયભાઈ કે. રૈયાણી સાથે સિવિલ તેમજ રેવન્યુ પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેઓ સિવિલ તેમજ રેવન્યુ જમીન મકાન દુકાન ફ્લેટ ના દસ્તાવેજો મોર્ગેજ દસ્તાવેજ સોગંદનામાં જેવી મહત્વની કામગીરી ચોકસાઈપૂર્વક સંભાળી રહ્યા છે.
એડવોકેટ મિલનભાઈ તેમના નામ જેવા જ ગુણ એટલે કે મિલન સાર અને સરળ સ્વભાવને કારણે એડવોકેટ મિત્રોમાં સારી એવી લોક ચાહના ધરાવે છે આજે તેમના ૪૨ માં જન્મદિવસે સગા સંબંધીઓ મિત્રો સ્નેહીજનો તેમ જ રાજકોટ બાર એસોસિએશનના સભ્ય એડ્વોકેટને તેમના મો.નં. ૮૮૬૬૦ ૭૮૯૮૫ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.(૨.૨૧)
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
