તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd September 2025
જર્નાલિસ્ટ ગિરીશ ભરડવાનો જન્મદિવસ

રાજકોટઃ પત્રકારીત્વ ક્ષેત્રે છેલ્લાં ૩૦ વર્ષથી કાર્યરત સિનિયર જર્નાલિસ્ટ ગિરીશ ભરડવાનો આજે ૫૪મો જન્મદિવસ છે. પત્રકારીત્વની સાથે તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીમાં સ્થાન પામનાર સારા કવિ પણ છે. તેમના બે કાવ્ય સંગ્રહો ‘‘મુકામ'' અને ‘‘શિલ્પ''નું પદાર્પણ અને લેખન કલાએ સાહિત્ય ક્ષેત્રે સારી નામના અને સિદ્ધિ તથા અનેક પારિતોષિકો મેળવ્યા છે. સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ દૈનિક અખબારોમાં તેમણે સેવાઓ આપી છે. હાલ તેઓ જયહિન્દ દૈનિક રાજકોટમાં એડિટોરિયલ હેડ છે. સાથો સાથ ‘‘ધ બર્નિંગ ન્યૂઝ''ના એક્રેડિટેડ એડિટર અને ‘‘ઈન્ડિયા મોર્નિંગ'' તથા ‘‘નિર્ભય ભારત'' સહિતના અનેક અખબારોમાં સબ એડિટર તરીકે સેવાઓ આપે છે. સમસ્ત પટેલ સમાજ અને પ્રજાપતિ સમાજના મુખપત્રોમાં પણ કાર્યકારી તંત્રી તરીકે જોડાયેલા છે. તેઓ અખિલ ભારતિય પ્રજાપતિ શિક્ષિત સમાજના કન્વીનર તથા આંતર રાષ્ટ્રીય સંસ્થા ‘‘મોદીજી ફેન ક્લબ''ના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે.(મો.૯૯૨૪૧ ૧૧૮૭૨)
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
