તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th September 2025
સમીરકામદારનો આજે જન્મદિવસ
શ્રી જનસેવા ટ્રસ્ટ,બાપા સીતારામ ગૌ સેવા મંડળ

રાજકોટઃ શ્રી જનસેવા ટ્રસ્ટ,બાપા સીતારામ ગૌ સેવા મંડળ, સમર્પણ ગ્રુપ તથા જીવદયા ગ્રુપના કમીટી મેમ્બર તથા જીવદયા કાર્યકર સમીરભાઇનો આજરોજ જન્મદિવસ છે. તેઓ સોના-ચાંદીના વ્યવસાય સાથે સોનીબજારમાં કામ કરી રહયા છે. જૈન ધર્મનું સુત્ર ‘‘ અહીંસા પરમો ધર્મ'' ને સાકાર કરવામાં હરહંમેશ તત્પર રહે છે. છેલ્લા ૧.પ મહિનાથી સતત દરરોજ બાપા સીતારામ ગૌ સેવા મંડળ ટ્રસ્ટના માધ્યમથી દાતાઓના સહકારથી લગભગ ૪પ જેટલી ગૌશાળાઓમાં અંદાજે ૬૦૦૦ મણ જેટલો ઘાસચારો અર્પણ કરવામાં તેઓ નિમિત બન્યા છે.
આજે તેમના મિત્રવર્તુળ તથા વડીલવર્ગ તરફથી સમીરભાઇ કામદારને (મો. ૯૮ર૪૨ ૮૧૮૩૬) ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે. (૩પ-૧૬)
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
