<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

શિક્ષણ ક્ષેત્રે સદાય સેવાના કામ, નામ વિક્રમ : ચેરમેન પુજારાનો જન્‍મદિન

 

રાજકોટ : નગર પ્રાથમીક શિક્ષણ સમીતીના ચેરમેન વિક્રમ પુજારાનો આજે તા.૧૩ સપ્‍ટેમ્‍બરના જન્‍મદિવસ છે. વિદ્યાર્થી કાળથી જ જાહેર જીવનની શરૂઆત કરનાર વિક્રમ પૂજારા વ્‍યવસાયે ટેક્ષ કન્‍સલટન્‍ટની સાથોસાથ જાહેર જીવનમાં પણ હંમેશા અગ્રેસર રહયા છે. જુના વોર્ડ-૧૨માં ભાજપ વોર્ડ પ્રમુખ તરીકે બે ટર્મ સુધી જવાબદારી સંભાળી ચૂકયા છે. શિક્ષણ સમિતના સદસ્‍ય તરીકે રહી એક જાગળત વાલી તરીકે ફરજ બજાવેલ છે. ત્‍યારબાદ તેઓ શહેર ભાજપના મંત્રી તરીકે, ઉપપ્રમુખ તરીકે પણ જવાબદારીઓનું વહન કર્યુ છે. 

સંયોજક તરીકે જવાબદારી સંભાળેલ. આજે તેમના જન્‍મદિવસે ભાજપ અગ્રણીઓ, કાર્યકર્તા ભાઈઓ-બહેનો, શિક્ષણપ્રેમી નાગરિકો અને વિવિધ સામાજિક આગેવાનો દ્વારા તોહભરી શુભેચ્‍છાઓ મળી રહી છે.

(2:39 PM IST)