<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

ધ્રોલમાં ત્રણ પેઢીથી વારસદાર વકીલનો વ્‍યવસાય કરતા વિશ્વાસભાઈ મહેતાનો જન્‍મદિવસ

 

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૩:  ધ્રોલના જાણીતા વકીલ વિશ્વાસભાઈ મહેતાનો આજે જન્‍મદિવસ છે. તેઓ છેલ્‍લા ત્રણ પેઢીથી વકીલાતના વ્‍યવસાયમાં છે અને તેમની નિષ્ઠા, પ્રામાણિકતા અને મહેનત માટે જાણીતા છે. તેમણે અનેક જરૂરિયાતમંદ લોકોને કાયદાકીય સલાહ અને સહાય આપી છે. વકીલાત ઉપરાંત, વિશ્વાસભાઈ મહેતા અનેક સેવાકીય કાર્યો સાથે પણ જોડાયેલા છે. તેઓ વિવિધ સામાજિક અને સેવાભાવી સંસ્‍થાઓમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે. તેમના જન્‍મદિવસ નિમિત્તે, તેમના મિત્રો, સંબંધીઓ અને શુભેચ્‍છકો તેમને મો. ૯૮૯૮૩૭૬૨૫૩ પર જન્‍મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.(૩૮.૨૪)

(4:13 PM IST)