<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

સાવરકુંડલાના વંડા ગામના લેખક સુધીરભાઇ મહેતાનો જન્‍મદિન

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા. ૫: સાવરકુંડલા તાલુકાના વંડા ગામના વતની લેખક  સુધીર કે. મહેતાનો જન્‍મદિવસ આજે ૫ /૯ /૨૦૨૫ શુક્રવારે છે. તેમની આ વર્ષગાંઠના દિવસે શિક્ષક દિન છે. તેવો ૬૬ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. લેખક સુધીરભાઈ મહેતા રાજ્‍ય અને રાષ્‍ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષક છે.આજીવન શિક્ષણ ના ભેખધારી આદર્શ શિક્ષકનો જન્‍મ શિક્ષકદિને  તારીખ ૫/ ૯ /૧૯૬૦ ના રોજ વંડા ગામે પિતાશ્રી કાનજી દાદા અને માતુશ્રી મંગળાબા ની કુખે જન્‍મ થયો છે. લેખક સુધીરભાઈ મહેતાએ ૨૭ પુસ્‍તકો લખેલ છે. જેમાં આઠ પુસ્‍તકો વ્‍યક્‍તિ ચરિત્ર ઉજળી પ્રતિભાઓના જીવન ચરિત્રો લખેલ છે. આકાશવાણી દૂરદર્શન કેન્‍દ્રમાં તેમની કલમનો રસાસ્‍વાદ સમાજને આપેલ છે.હજુ પણ શિક્ષણ માટે સતત પ્રવળત રહીને બાળકો સાથે જ્ઞાન સાથે ગમ્‍મત પીરસે છે. સાદુ અને સંયમી જીવન જીવે છે. અનેક માન સન્‍માન એવોર્ડ તેમને અર્પણ થયેલ છે. તેમની ૬૬મી વર્ષગાંઠ પ્રસંગે અનેક શુભેચ્‍છાઓ તેમને પાઠવવામાં આવેલ છે. સુધીરભાઈ મહેતાનો મોબાઈલ નંબર ૯૪૨૮૬ ૨૦૫૬૨ છે. (૩.૧૦)

(12:27 PM IST)