<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

જોડીયા માર્કેટિંગ યાર્ડના યુવા વાઈસ ચેરમેન આહીર ચિરાગ વાંકનો આજે જન્મદિવસ

સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૪ : સ્વ.છગનબાપા વાંક પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત જોડીયા ના પૌત્ર અને પૂર્વ ઉપપ્રમુખ ભગવાનજીભાઈ વાંકના ભત્રીજા તેમજ સોનલબેન ચિરાગભાઈ વાંક પૂર્વ સદસ્ય તાલુકા પંચાયત જોડીયા અને ઉપપ્રમુખ ભારતીય જનતા પાર્ટી જામનગર જિલ્લા મહિલા મોરચા ના પતિ ચિરાગભાઈ ભરતભાઈ વાંક નો આજે જન્મદિવસ છે..

તેઓ સૌથી નાની ઉંમરે જોડીયા માર્કેટિંગ યાર્ડમાં સતત બીજી વખત ચૂંટાઈ આવેલા છે તેમજ જોડિયાની સુપ્રખ્યાત નવદુર્ગા શોભાયાત્રા સમિતિના પ્રમુખ તેમજ શક્તિ ગરબા મંડળના સંચાલક અને શ્રી સિદ્ધિવિનાયક ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ છે તેમજ તેઓ અખિલ ભારતીય યુવા યાદવ મહાસભાના ગુજરાત પ્રદેશ મંત્રી પદે કાર્યરત છે તેમજ તેઓની જામનગર જિલ્લા ઉપપ્રમુખશ્રી આહીર સેના ગુજરાત નિમણૂક થયેલી છે તેમજ જોડિયા ફાર્મર પ્રોડીયૂસર કંપની લિમિટેડના સભ્ય પણ છે તેમજ જોડિયા તાલુકાના પ્રજા લક્ષી અને સેવાકીય કાર્યો થકી સ્થાનિક તેમજ જોડિયા તાલુકાની પ્રજાને વિશ્વાસ અને સ્નેહ અદભુત ધરાવે છે આહિર અગ્રણી ચિરાગભાઈ વાંક ધરાવે છે તેમના મોબાઈલ નંબર 98248 55555 શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

 

(9:08 AM IST)