<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

રાજકોટ જીલ્લા ભાજપ મંત્રી, ખેડૂતપુત્ર મનોજ રાઠોડનો આજે જન્‍મદિવસ

 

રાજકોટઃ ભાજપના અદના કાર્યકર ૧૦૮ તરીકે જાણીતા રાજકોટ જીલ્લા ભાજપ મંત્રી અને લોધિકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજ રાઠોડનો આજે જન્‍મદિવસ છે. તેમણે ભાજપમાં અનેક જવાબદારીઓ શોભાવી પક્ષ તેમજ લોકો માટે અનેક ‘માઈલસ્‍ટોન' સમી કામગીરી કરી લોકોમાં અનેરી નામના હાંસલ કરેલી છે. ૭૧-રાજકોટ ગ્રામ્‍ય વિધાનસભા મત વિસ્‍તારમાં સમાવિષ્‍ટ હરિપર (પાળ)- લોધીકાના રહેવાસી તેમજ રાઠોડ જવાબદારી હોય છે તે નીભાવી છે. તેઓ છેલ્લા ૨૫ વર્ષથી ૭૧ ગ્રામ્‍ય ધારાસભા વિસ્‍તાર લોધીકા, કોટડા સાંગાણી સહિતના રાજકોટ તાલુકા વિસ્‍તારમાં કાર્યરત છે. આ ઉપરાંત તેઓ રાજ્‍યના લોધીકા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સૌથી નાની વયે નિમણૂક પામ્‍યાનો પણ રેકોર્ડ ધરાવે છે. દરમિયાન તેઓ લોધિકા તા.૫ં.માં સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન તરીકે પણ કામગીરી કરી ચૂક્‍યા છે. જીલ્લા ભાજપ અનુ.જાતી મોરચા પ્રમુખ ઉપરાંત વેપારીઓની સંસ્‍થા ચેમબર ઓફ કોમર્સના સભ્‍ય તરીકેની જવાબદારી પણ સંભાળી ચુક્‍યા છે. મનોજ રાઠોડના જન્‍મદિને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, કેન્‍દ્રીય કેબીનેટમંત્રી તથા પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ, કેન્‍દ્રીય કેબીનેટમંત્રી મનસુખભાઈ માંડવીયા, પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, સાંસદ રાજકોટ પરસોત્તમભાઈ રૂપાલા, પ્રદેશ ઉપાધ્‍યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, કેબીનેટમંત્રી તથા રાજકોટ જીલ્લા પ્રભારીમંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબીનેટમંત્રીશ્રી કુવરજીભાઈ બાવળિયા, કેબિનેટમંત્રી ભાનુબેન બાબરીયા, રાજ્‍યસભા સાંસદ રામભાઈ મોકરીયા, જીલ્લા સંગઠન પ્રભારી ધવલભાઈ દવે, જીલ્લા ભાજપ અધ્‍યક્ષ અલ્‍પેશભાઈ ઢોલરીયા, ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયા, ગીતાબા જે.જાડેજા, મહેન્‍દ્રભાઈ પાડલીયા, જીલ્લા પંચાયત અધ્‍યક્ષ પ્રવિણાબેન રંગાણી, જીલ્લા ભાજપ મહામંત્રી, નરેન્‍દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, રવિભાઈ માંકડિયા વિ.દ્વારા (મો.૯૮૨૪૨ ૫૧૬૬૩) ઉપર શુભેચ્‍છા આપવામાં આવી રહી છે.

(12:19 PM IST)