તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th August 2025
‘અમૂલ'ના અનમોલ વાઇસ ચેરમેન ગોરધનભાઇ ધામેલિયાનો જન્મદિન
વીરપુરથી રાજકોટ થઇ આણંદ અવિરત વિકાસ યાત્રા

રાજકોટ : ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના વાઇસ ચેરમેન અને રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (રાજકોટ ડેરી) ના ચેરમેન શ્રી ગોરધનભાઇ ધામેલિયાનો જન્મ તા.ર૮ ઓગસ્ટ ૧૯પ૮ના દિવસે થયેલ આજે જાજરમાન જીવનના ૬૮માં વર્ષના દ્વારે પહોંચ્યા છે.
વીરપુર (જલારામ)ના વતની શ્રી ગોરધનભાઇ માત્ર ર૬ વર્ષની ઉંમરે ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા ર૮ વર્ષની ઉમરે જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હતા. ગુજરાત પાણી પુરવઠા બોર્ડના ડીરેકટર તરીકે રહી ચુકયા છે. વર્ષોથી રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં ડીરેકટર છે.
થોડા દિવસો પહેલા વિશ્વની સૌથી શક્તિશાળી ખાદ્ય અને દૂધ બ્રાન્ડ AMUL (GCMMF)ના વાઇસ ચેરમેન તરીકે શ્રી ગોરધનભાઈ ધામેલીયાની પસંદગી થઇ છે. તેમણે ખેડૂત હિત માટે દૂધના યોગ્ય ભાવ, પ્રમાણિક કામગીરી અને ટેકનોલોજી અપનાવી રાજકોટ ડેરીને ૫ વર્ષમાં ટર્નઓવર રૂા.૭૭૬ કરોડ થી વધારી રૂા.૧૧૪ર કરોડ (૪૭% વળદ્ધિ) અને નફામાં નફો રૂા.૪કરોડની ધવારી રૂા.૮૦કરોડ (૧૯૦૦ ટકા વળદ્ધિ) પહોંચાડ્યો. રૂા.૧૧૭ કરોડના ઐતિહાસિક ભાવફેરથી ખેડૂત સમુદાયને સશક્ત બનાવ્યા.
ગ્રાહકો માટે દૂધ ભેળસેળ વિરુદ્ધ પગલાં અને પશુપાલકો માટે મજબૂત સંસ્થાકીય વ્યવસ્થાના પ્રયાસો તેમને એક નિષ્ઠાવાન, નીતિપ્રેમી અને પ્રભાવશાળી સહકારી નેતા તરીકે ઓળખ આપે છે. મો. ૯૮રપર ૧૬૮૮૦, રાજકોટ. (૯.૧૮)
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
