<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

માંધાતા ગ્રુપ ગુજરાતના મહામંત્રી રેખાબેન સાગરકાનો કાલે જન્‍મદિન

રાજકોટ તા. ૨૩ : માંધાતા ગ્રુપ ગુજરાતના મહામંત્રી અને ભવ્‍ય સૌરાષ્‍ટ્ર ન્‍યુઝના માલીક-તંત્રીશ્રી રેખાબેન કાનભાઇ સાગરકાનો કાલે તા. ૨૪ ના જન્‍મ દિવસ છે. ભાજપના અદના કાર્યકરત તરીકે પણ સેવા આપતા રેખાબેન સગારકા (મો.૯૦૯૯૯ ૪૦૩૪૦) દ્વારા  સમયાંતરે વૃક્ષારોપણ, બ્‍લડ ડોનેશન કેમ્‍પ, સીવીલ હોસ્‍પિટલમાં ફ્રુટ અને ભોજન વિતરણ, નાના ભુલકાઓને જન્‍મની કીટ વિતરણ, શિયાળામાં વૃધ્‍ધાશ્રમ અને અનાથાશ્રમોમાં ધાબળા વિતરણ, ઉનાળામાં ચપ્‍પલ વિતરણ જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. પોતાનો જન્‍મ દિવસ પણ આ રીતે સેવામય પ્રવૃત્તિઓમાં ઉજવશે. ઉલ્લેખનીય છે કે તેમની આ પ્રવૃત્તિઓની નોંધ લઇ ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી દ્વારા પણ તેઓને જન્‍મદિવસનો શુભેચ્‍છાપત્ર પાઠવાયો છે. (૧૬.૩)

(2:23 PM IST)