<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

યુવા ભાજપ અગ્રણી, ભીલ સમાજના અવિ મકવાણાનો જન્‍મદિવસ

 

રાજકોટઃ શહેરના યુવા ભાજપ અગ્રણી તથા ભીલ સમાજના યુવા આગેવાન અવિ મકવાણાનો આજે જન્‍મદિવસ છે. તેઓ યશસ્‍વી જીવનના ૨૭ વર્ષ પૂર્ણ કરી ૨૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

તેમને નાનપણથી જ રાજકીય તેમજ સામાજિક સંસ્‍કારો ને વારસો મળેલ છે. સેવા એ જ પરમોધર્મ  જીવનના મંત્ર સાથે સમાજસેવાની સાથો સાથ જરૂરિયાતમંદ લોકોની પડખે હરહંમેશ અડગ ઉભા રહી સેવાકીય કાર્યો કરે છે.   તેઓ માત્ર ૧૪ વર્ષની નાની ઉંમરથી જ રાષ્ટ્રવાદના રંગમાં રંગાઈ, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ રાજકીય જીવનની સફરની શરૂઆત કરી હતી. રાજકીય ક્ષેત્રે તેઓએ એક બુથના પાયાના કાર્યકરથી લઈને વોર્ડ, વિધાનસભા તેમજ શહેર કક્ષાએ અનેક જવાબદારીઓ નિભાવી છે. અગાઉ તેઓ વોર્ડ નં. ૧ ના યુવા ભાજપ પ્રમુખ તરીકે સેવા આપી હતી. આ દરમ્‍યાન વોર્ડ ૧ ના વિસ્‍તારોમાં યુવાનો ને મોટી સંખ્‍યામાં ભાજપની વિચારધારા સાથે જોડીને યુવાનોનું સંગઠન મજબૂત કરવામાં પ્રેરણાષોત ફાળો આપ્‍યો છે. તેમજ ગત લોકસભા ચૂંટણીમાં પ્રદેશ વિસ્‍તારક તરીકે નિષ્ઠા પૂર્વક મહત્‍વપૂર્ણ જવાબદારી નિભાવી હતી.

હાલ તેઓ અનેક ધાર્મિક તેમજ સામાજિક સંસ્‍થાઓમાં અવિરત સેવા આપી રહ્યા છે. અવી અરુણભાઈ મકવાણાના જન્‍મદિવસે ( મો. ૯૭૨૬૯ ૬૬૨૦૩) ઉપર શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે.

(4:07 PM IST)