તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th July 2025
જસદણના યુવા ભાજપ અગ્રણી કાર્તિકભાઈ હુદડનો આજે જન્મદિવસ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૨૮: યુવા ભાજપ અગ્રણી શ્રી કાર્તિકભાઈ આર. હુદડનો આજે ૩૨ મો જન્મદિવસ છે તેમણે બી. કોમ., એલ.એલ.બી., એલ.એલ.એલ., (કાયદામાં માસ્ટર ડિગ્રી) સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે તેઓ એડવોકેટ (ગુજરાત હાઇકોર્ટ) ઉપરાંત પ્રમુખ રાજકોટ જીલ્લા અખિલ ભારતીય ગોરક્ષા સર્વદલિય સમિતિ-ન્યુ દિલ્હી અને RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)માં નાનપણથી જ શાખાના કાર્યકર છે અને તેઓ જસદણ તાલુકા અને શહેરમાં ૯ વર્ષ (૩ ટર્મ) થી ખૂબ સારી રીતે સંગઠનમાં જવાબદારી નિભાવી છે જ્યારથી ભાજપની સ્થાપના થઈ ત્યારથી તેઓનું કુટુંબ- પરિવાર ભાજપ સાથે પાયાથી જોડાયેલું છે તેઓ જીવદયા પ્રેમી એટલે કે પશુ-પક્ષી, કૂતરા, ગોમાતાં જેવા મૂંગા પ્રાણીઓની કાયમી સેવા કરે છે તેઓ એ હાલમાં આજીવન પોતાના સ્વખર્ચે જસદણ શહેરમાં વિના મૂલ્યે એનિમલ એમ્યુલન્સ સેવા શરૂ કરી છે તેઓના જન્મદિવસ નિમિત્તે અનેક ધર્મ - સંપ્રદાયોના વડા સાધુ- સંતો અને મુખ્યમંત્રીશ્રી તથા વરિષ્ઠ રાજકીય આગેવાનો અને અધિકારીઓ સહિત અભિનંદન શુભકામનાઓ પાઠવી છે તેમના જન્મદિવસે ૯૦૧૯૩ ૧૧૧૧૧ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
