News of Monday, 21st July 2025
જન્મદિનની શુભેચ્છાથી ભીંજાતા નિવૃત્ત અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ
રાજકોટ, પંચમહાલ, પાટણના પૂર્વ કલેકટર

રાજકોટ : ગુજરાતના અધિક મુખ્ય સચિવ પદેથી ગયા વર્ષે નિવૃત્ત થયેલા શ્રી એ. કે. રાકેશ (આઇ. એ. એસ. ૧૯૮૯) માટે આજે શુભેચ્છા વર્ષાથી ભીંજાવાનો દિવસ છે. તેમનો જન્મ ૧૯૬૪ ના વર્ષની ર૧ જૂલાઇએ થયેલ. આજે ૬ર માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
મૂળ બિહારના વતની શ્રી અમરેન્દ્રકુમાર રાકેશ ભૂતકાળમાં ભાવનગર અને ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટ, પંચમહાલ અને પાટણમાં જિલ્લા કલેકટર, નર્મદા વિભાગમાં સંયુકત સચિવ, ગુજરાતના વિકાસ કમિશનર, નિર્મળ ગુજરાત અભિયાનના નિયામક, નાગરિક પુરવઠા વિભાગમાં મેનેજીંગ ડીરેકટર, કુટિર ઉદ્યોગ કમિશનર, મેરીટાઇમ બોર્ડમાં મુખ્ય વહીવટી અધિકારી પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, કૃષિ અને સહકાર વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે રહી ચૂકયા છે. હાલ અમદાવાદમાં નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા છે. (મો. ૯૯૭૮૪ ૦૭૩ર૮) અમદાવાદ
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
