તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
વોર્ડ નં. ૯ના ભાજપ કોર્પોરેટર જીતુભાઇ કાટોળીયાનો જન્મદિવસ

રાજકોટ તા. ૧૯: શહરેના વોર્ડ નં.૯ના ભાજપના કોર્પોરેટર અને ભરવાડ સમાજના અગ્રણી જીતુભાઇ કાટોળીયાનો આજે જન્મદિવસ છે. પોતાના વોર્ડમાં દરેક સમાજમાં ખુબજ માન ધરાવતા અને સેવા કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા જીતુભાઇ કાટોળિયા ૧૯૯૭માં રૈયા નગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને ત્યારથી એમની રાજકીય કારકિર્દીનો શુભારંભ થયો હતો. એ પછી વોર્ડ નં.૯માં ભવ્ય વિજય મેળવીને કોર્પોરેટર તરીકે જ ચૂંટાયા હોઇ હાલમાં પણ નગરસેવક તરીકે સેવાકાર્યો કરી રહ્યા છે.
જીતુભાઇ છેલ્લા પચ્ચીસ વર્ષથી શ્રીમોમાઈ પ્રાચીન ગરબી મંડળનું સંચાલન કરી રહ્યા છે જે રાજકોટની સર્વ શ્રેષ્ઠ ગરબીઓ પૈકીની એક ગણાય છે. હનુમાન મઢી મંદિરના નવનિર્માણમાં પણ તેમણે અંગત રસ લઇને યોગદાન આપ્યું છે. મિલનસાર સ્વભાવને કારણે તેઓ બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. જીતુભાઇને ( ૯૯૨૫૭ ૦૪૫૪૫) સતત શુભેચ્છાઓ મળી રહી છે.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
