<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

રોડ સેફટી ઓથોરીટી કમિશનર સતિષ પટેલનો કાલે જન્‍મદિન

રાજકોટના પૂર્વ પ્રાંત અધિકારી, જામનગરના પૂર્વ કમિશનર

રાજકોટ : ગુજરાત રાજય માર્ગ સલામતી સત્તા મંડળના કમિશનર (નિવૃત્ત આઇ. એ. એસ. અધિકારી) શ્રી સતિષ એ. પટેલનો જન્‍મ તા. ર૦ જુલાઇ ૧૯૬ર ના દિવસે થયેલ. કાલે ૬૪માં વર્ષમાં પ્રવેશ કરશે.

શ્રી સતિષ પટેલ રાજકોટમાં પ્રાંત અધિકારી, તત્‍કાલીન કેબીનેટ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના અંગત સચિવ, આરોગ્‍ય વિભાગમાં ચીફ પર્સોનલ ઓફીસર, દાહોદ જિલ્લા વિકાસ અધિકારી, રાજયમાં યુવા સેવા સાંસ્‍કૃતિક કમિશનર, મધ્‍યાહન ભોજન કમિશનર, જામનગરમાં મ્‍યુ. કમિશનર, અમદાવાદમાં ડે. મ્‍યુ. કમિશનર ગાંધીનગર જિલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. (મો. ૯૮રપ૦ ૯૦પ૬૬) ગાંધીનગર

(11:13 AM IST)