<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

કંગન કલબના પ્રમુખ દેવાંગ કુકાવાનો આજે જન્‍મદિન

 

રાજકોટઃ તા. ૧૮,કંગન કલબના પ્રમુખ દેવાંગભાઇ કુકાવાનો આજે તા. ૧૮ જુલાઇ જન્‍મદિવસ છે. તેઓ સંતકબીર રોડ વેપારી એસોસીએશનના સંયોજક, મોરબી રોડ, વેપારી એસોસીએશનના સંયોજક, માનવ એકતા સમિતિના પ્રમુખ, હિંદુ યુવા વાહિની રાજકોટ પૂર્વ ઝોનના પ્રમુખ , જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિના ઉપાધ્‍યક્ષ તરીકે કાર્યરત છે. બાળપણથી ધાર્મિક, સામાજીક, રાજકીય ક્ષેત્રમાં રૂચિ ધરાવે છે. તેમનું જીવન સરળ, લાગણીશીલ, સેવાભાવી નિષ્‍ઠાવાન રહયું છે. બહોળું મિત્ર વર્તુળ અને ચાહક વર્ગ ધરાવતાં દેવાંગભાઇને આજે તેમના જન્‍મદિવસે મો. ૯૦૩૩૫ ૧૮૯૦૯ ઉપર શુભેચ્‍છાનો વરસાદ વરસાવી રહયો છે.

(4:05 PM IST)