તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th July 2025
મહિલા એકવોકેટ ચાંદનીબેન પુજારાનો આજે જન્મદિવસ

રાજકોટના યુવા એડવોકેટ ચાંદની વી. પુજારા એ રાજકોટ ખાતે સને-૨૦૧૬ થી એડવોકેટ એન્ડ નોટરી હરેશ બી. પરસોંડા સાથે વકીલાતની શરૂઆત કરેલી અને હાલમાં તેઓ પરસોંડા એસોસીએટ સાથે સંકળાયેલા છે અને તેઓએ પોતાના સારા-સ્વભાવથી વકીલમિત્રોમાં ખુબજ સારી ચાહના મેળવેલ છે અને કાયદાકીય રીતે યુવા એડવોકેટ એ નેગોશીયેબલ તથા ફેમીલી તથા રેવન્યુ પ્રેકટીસ તથા ટેકસેશન પ્રેકટીસ માં ખુબ સારી પ્રગતી કરેલ છે તેઓની ખંત અને મહેનત થકી યુવા એડવોકેટ તરીકે સારી નામના પ્રાપ્ત કરેલી છે ખાસ કરીને પોતાના સમાજ માં એક સારા યુવા એડવોકેટ તરીકે ખુબજ ટુકા સમયની વકીલાતમાં પોતાની આગવી છાપ ઉભી કરેલ છે. તેમજ રાજકોટ બાર એસોસીએશન તથા રાજકોટ મહીલા બાર ના તમામ વકીલ મિત્રો સાથે ખુબજ મળતાવળો સ્વભાવના કારણે બોહળો મિત્ર વર્ગ ધરાવે છે. આમ તેઓના મળતાવળા સ્વભાવના કારણે વકિલ મિત્રોમાં ખુબજ સારી ચાહના ધરાવે છે. આજ રોજ તેમનો જન્મ દિવસ હોવાથી વકીલ મિત્રો તથા સમાજના આગેવાનો તથા કુટુંબીજનો તરફથી તેમના મોબાઈલ નં. ૮૮૪૯૧૩૭૩૨૨ ઉપર શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
