News of Tuesday, 15th July 2025
વિકાસ પેન વર્લ્ડના પ્રણેતા મહેન્દ્રભાઈ મહેતાનો આજે જન્મદિવસ
વિકાસ પબ્લીસીટી, માતંગી પાટોત્સવ સમિતિ-રાજકોટ તથા રાજકોટ મરચન્ટ ક્રેડીટ કો.ઓ. સોસાયટી લી. ના સ્થાપક

રાજકોટઃ સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા -કંકાવટી ગામના વતની એવા સરયુબેન તથા ઇન્દુભાઈ ગોરધનદાસ મહેતાના પુત્ર તા. ૧૫/૭/૧૯૬૧ ના રોજ ધ્રાંગધ્રા માં જન્મેલા મહેન્દ્રભાઈ અભ્યાસકાર્ય દરમ્યાન રાજકોટમાં રહી પિતાશ્રીનો વ્યવસાય પેન-બોલપેન નું વેચાણ સંભાળી ૧૯૮૨ માં મોડર્ન પેન સેન્ટર નામની પેઢી શરૂ કરેલ ચાલુ કામકાજ દરમ્યાન એપ્રિલ ૧૯૮૪ માં પોતાનો સ્વતંત્ર વ્યવસાય વિકાસ પબ્લીસીટીના નામથી એડવર્ટાઇઝીંગ એજન્સીની સ્થાપના કરી રાજકોટ શહેરનાં વર્તમાન પત્રોમાં જાહેર ખબર ની શરૂઆત કરી આજે વિશ્વની અનેક ભાષાઓના ૧૦ હજાર થી વધુ વર્તમાનપત્રો, મેગેઝીનો અને હોર્ડીંગનું કામકાજ આગળ વધારી ચોતરફ સિધ્ધીના શીખરો હાંસલ કરેલ તથા નવેમ્બર ૨૦૨૩ માં વિકાસ પબ્લિસિટીની કોર્પોરેટ ઓફીસ આર.કે. સુપ્રિમ ૧૧૨૦-૧૧૨૧ નાના મૌવા સર્કલ પાસે, ૧૫૦ ફુટરીંગ રોડ, રાજકોટ મુકામે શુભારંભ કરેલ. તથા ૧૯૮૮ માં રાજકોટ મરચન્ટ ફ્રેન્ડસ એસોસીએશન નામની સંસ્થાના સ્થાપનાથી વર્ષ ૨૦૨૩ સુધી પ્રમુખપદ સંભાળી રહ્યા હતા તેમજ રાજકોટ મરચન્ટ ક્રેડીટ કો. ઓપ. સોસાયટી લી. ની સ્થાપના કરી અને ત્યારથી વર્ષ ૨૦૨૩ સુધી ચેરમેન પદ શોભાવી રહ્યા હતા. ઉપરોકત બન્ને સંસ્થામાં સળંગ ૩૫ વર્ષ એકધારી સેવા આપી વય મર્યાદાના કારણે સ્વેચ્છાએ જે તે વર્ષની સાધારણ સભામાં પદનો ત્યાગ કર્યો. તેમજ ૨૦૦૪ ના વર્ષથી મોઢ વણિક જ્ઞાતિના કુળદેવી ‘‘માતંગી પાટોત્સવ સમીતી - રાજકોટ'' ના સ્થાપક અને અધ્યક્ષપદ સંભાળે છે તેમજ અનેક નામી અનામી સંસ્થાઓ માં નોંધપાત્ર સેવાઓ આપી રહ્યા છે, તેમના પરિવાર તથા મિત્ર-વર્તુળ દ્વારા મહેન્દ્રભાઇ મહેતાનાં મો. ૯૮૨૫૨ ૧૮૧૪૩ પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
