<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

સદાકાળ શુભત્વથી શોભતા જયદીપ દ્વિવેદીનો જન્મદિન

કલાર્કથી અધિક સચિવ સુધી વણથંભી વિકાસયાત્રા

રાજકોટ : રાજયના વહીવટી તંત્રના સચિવાલય કેડરમાં કારકૂનથી માંડી અધિક સચિવ સુધીના સ્થાન પર શાનથી અને માનથી સેવા આપી ચૂકેલા શુભત્વથી શોભતા શ્રી જયદીપ બી. દ્વિવેદી આજે જાજરમાન જીવનના ૬૧માં વર્ષમાં પ્રવેશ નિમિતે શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્ના છે. (જન્મ તા. ૧પ જુલાઇ ૧૯૬પ) સિનીયર સીટીઝન તરીકેના પ્રથમ વર્ષના તેમણે વહાલથી વધામણા કર્યા છે. તેઅો હાલ રાજય માહિતી આયોગના સચિવ તરીકે કાર્યરત છે.

શ્રી જયદીપ દ્વિવેદી વિવિધ વિભાગોમાં યશસ્વી કામગીરી માટે જાણીતા છે. ચૂંટણી પંચમાં ૬ વર્ષ સુધી ફરજ બજાવેલ. સરકારી કર્મચારીઓને તાલીમ આપનાર કુશળ વકતા તરીકે જાણીતા છે. નિષ્ઠા અને પ્રતિષ્ઠા તેમની આગવી અોળખ છે. અોણુકી  મોસમમાં બે જ ચીજ કોરી કટ, ઍક જયદીપ દ્વિવેદી પોતે અને બીજા ઍનો વટ...  મો. ૯૯૭૮૪ ૦૮ર૪ર ગાંધીનગર (પ-૯)

(2:12 PM IST)