<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

આઇ.એ.એસ. કેડરના નિવૃત અધિકારી જે.ડી. દેસાઇનો જન્‍મદિન

 

રાજકોટઃ રાજયમાં સ્‍વૈચ્‍છીક નિવૃતિ લેનાર આઇ.એ.એસ. કેડરના પૂર્વ અધિકારીશ્રી જે.ડી. દેસાઇનો જન્‍મ તા. ૯ જુલાઇ ૧૯૬૩ ના દિવસે થયેલ આજે ૬૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

શ્રી જે.ડી. દેસાઇ ભુતકાળમાં તત્‍કાલીન કેબીનેટ મંત્રી અને મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના અંગત સચિવ, શાળાઓ, માટેની કમિશનર કચેરીના નિયામક, રાષ્‍ટ્રીય આરોગ્‍ય મિશનના નિયામક વગેરે પદ પર રહી ચુકયા છે. મુળ ખેડા જિલ્લાના માતરના વતની છે. વર્ષોથી અમદાવાદમાં સ્‍થાયી થયા છે. હાલ રિલાયન્‍સ કંપની (અમદાવાદ) માં સેવા આપી રહ્યા છે. મો. ૯૦૯૯૯ ૨૩૭૯૧ અમદાવાદ.

(11:23 AM IST)