તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
દીનેશભાઈ સવસાણીનો આજે જન્મદિવસ
હનુમાનદાદાના ભકત

રાજકોટ : નિઃશુલ્ક ૧૦૮ હનુમાનચાલીસા બોલાવનારા બ્લાઈન્ડ દીનેશભાઈ પરસોતમભાઈ સવસાણીનો આજે જન્મદિવસ છે. દીનેશભાઈ પ૩ વર્ષ પૂર્ણ કરી પ૪ વર્ષમાં પ્રવેશ કરશે. મદદનીશ શિક્ષક તરીકે જામનગર જીલ્લાનાં લાલપુર તાલુકાના રાફુદડ ગામે ફરજ બજાવે છે. તેઓ સંગીત શિક્ષા વિશારદ છે તથા તેઓ સંપૂર્ણપણે બ્લાઈન્ડ તથા અપરિણત છે.
દીનેશભાઈ સવસાણી છેલ્લા ઘણા વર્ષોથી ૧૧૧ હનુમાન ચાલીસા નાં પાઠ રાજકોટ, સૂરત, જામનગર, ધ્રોલ, જુનાગઢ ભાવીકો દવારા બોલાવવામાં આવતા કોઈ પણ જાતનો ચાર્જ લીધા વિનાં આખી રાત, કોઈ પણ જાતનું ભોજન, પાણી લીધા વિના હારમોનીયમ વગાડતા વગાડતા ગાતા ગાતા અલગ અલગ રાગમાં કરાવે છે. હનુમાન દાદાના આશીર્વાદ થી તેમની છઠઠી ઈન્દ્રીય ડેવલપ છે. બહુ જ સારા જ્યોતિષી છે. ગીતાજીનાં દરેક શ્લોક પૂર્ણપણે કંઠસ્થ છે સાથોસાથ તેનું ભાષાંતર તથા અર્થ પણ તેઓ જીજ્ઞાસુ વ્યકિતઓને સારી રીતે સમજાવી જાણે છે. તેઓ દવારા ઘણા ભાઈ-બહેનોને ધાર્મીક તથા ભકિતનાં સંગે પ્રભુભકિતના રસ્તા તરફ વાળવામાં આવી રહયા છે. આજનાં દિવસે તેમનાં મો. નં. ૯૯૧૩ર૯૯૬પ૪ ઉપર ધર્મપ્રેમી ભાઈ બહેનો તથા મિત્રવર્તુળ તરફથી શુભેચ્છાવર્ષા થઈ રહી છે.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
