<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

જસદણ પાલિકા પુર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ ચાવનો આજે જન્મદિવસ

 

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા., ૭ : જસદણ ભાજપના અગ્રણી પંકજભાઈ ચાવનો  આજે જન્મદિવસ છે.

 પંકજભાઈનો જન્મ તા. ૭/૭/૧૯૭૨ ના રોજ થયો હતો. જેઓ જસદણ નગરપાલિકામાં ચાર વખત કારોબારી સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ઉપપ્રમુખથી,  મહામંત્રી અને હાલ રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં કારોબારી સદસ્ય છે.  જુદી જુદી સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. તેઓ રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના જસદણ તાલુકા મંડળ પ્રમુખ છે તેમજ જસદણ તાલુકા ઇલેકટ્રોનિક એસોસિયેશનના પણ પ્રમુખ છે

તેમજ શ્રી શિહોરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પણ ઙ્કમુખ છે. સમસ્ત બ્રહ્મસમાજના આગેવાન એવા પંકજભાઈ ચાવ આપત્તિ મુસીબતમાં પબ્લિકની સાથે ખડપગે ઉભા રહ્યા છે.  ૨૦૦૧ નો ભૂકંપ હોય કે પછી અતિવૃષ્ટિ કે પછી કોરોનાની મહામારી જેવા વિપત્તિના સમયમાં જરૂરિયાતમંદ લોકો સાથે કાયમી ઊભા રહે છે જેઓએ કોરોના કાળમાં વેકિસનેશનના ૩૦૦ થી ઉપર  કેમ્પ કરી અને જસદણને સો ટકા વેકિસન કામગીરી પૂર્ણ કરાવેલ આમ આ બાબતે તંત્ર એ તથા ગુજરાત પ્રદેશ યુવા ભાજપને પણ તેમની નોંધ લઇ સન્માનિત  કરેલ હતા.જેવો હાલ નગરપાલિકાના સદસ્ય અને નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રેખાબેન ચાવના પતિ છે. અને ભારતીય જનતા પાર્ટીના જસદણ વિસ્તારના એક અદના આગેવાન કાર્યકર  છે.  તેમના મો. નંબર  ૯૪૨૬૯૩૦૬૫૦  ઉપર જન્મ દિવસની અભિનંદન વર્ષા થઈ રહી છે

(4:39 PM IST)