<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

સુરેન્‍દ્રનગર-વઢવાણના પૂર્વ ધારાસભ્‍ય ધનરાજભાઇ કૈલાનો જન્‍મદિન

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૭ :..  સુરેન્‍દ્રનગર વઢવાણના પૂર્વ ધારાસભ્‍ય શ્રી ધનરાજભાઇ કૈલાનો આજે જન્‍મ દિવસ છે. તેઓના આજે  ૭૧ માં વર્ષમાં  મંગલ પ્રવેશ થયેલ છે ત્‍યારે તેમને વહેલી સવારથી જ રાજકીય આગેવાનો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવે  છે. ગુજરાતના મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલ  અમિતભાઇ  શાહ,  સી. આર. પાટીલ દ્વારા  જન્‍મદિવસ અવસર ની શુભકામનાઓ પાઠવવામાં આવી છે સુરેન્‍દ્રનગર શહેરના વેપારી મિત્રો તેમ જ તેમના લોક ચાહકો દ્વારા પણ વહેલી સવારથી શુભકામનાઓ પાઠવવામાં આવી છે ત્‍યારે આજે ધનરાજભાઈ કૈલાના પરિવાર દ્વારા તેમના આયુષ્‍ય સ્‍વસ્‍થ અને નીરોગી રહે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને તેમના પરિવારજનોમાં પત્‍ની ગાયત્રીબેન કેલા તેમજ પુત્ર લલીતભાઈ કેલા પુત્ર નરેશભાઈ કેલા પુત્રવધુ કામિનીબેન કેલા પુત્રવધુ નિશાબેન કેલા સહિતના પરિવારજનોએ તેમને તેમના આરોગ્‍ય માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને તેમનું આરોગ્‍ય સ્‍વસ્‍થ અને નીરોગી રહે તેવી પ્રાર્થના કરી અને જન્‍મદિવસની શુભકામનાઓ પાઠવી હતી ત્‍યારે આજે ધનરાજ ભાઈ કેલા દ્વારા પણ ધાર્મિક ક્ષેત્રોના  સ્‍થાનો ઉપર જઈ અને આશીર્વાદ મેળવ્‍યા હતા.

(11:33 AM IST)