તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
રહેવર સ્કૂલના સંચાલક રઘુવીરસિંહ રહેવરનો જન્મદિન

રાજકોટ તા.૩૦: રહેવર સ્કૂલમાં અનુભવી સંચાલક રઘુવીરસિંહ રહેવર છેલ્લા ૩૦ વર્ષથી વિદ્યાર્થીઓની કારકિર્દીના પથને કંડારવામાં જહેમત ઊઠાવી રહયા છે. આજે તેમનો જન્મદિવસ છે. રઘુવીરસિંહ રહેવરે ૩૦ વર્ષ પહેલા આ સંસ્થાના નિર્માણનો પાયો કલાસીકથી નાખ્યો. આલ્ફા પ્લસ કલાસીસની જવલંત સફળતા બાદ શ્રી રહેવર માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાની શરૂઆત કરવામાં આવેલ આજે આ સંસ્થા બીજ માંથી વટવૃક્ષ સમાન સાબિત થઇ છે. જે વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણરૂપી છાંયડો જ નહિં પરંતુ જીવનમાં કર્મના સિધ્ધાંત અને અથાગ પરિશ્રમ થકી પ્રાપ્ત થતા ફળ માટે કારકિર્દીનું સર્જન કરે છે. આ સંસ્થા સિધ્ધી અને સફળતાની આ નિરંતર યાત્રા સાંતત્યપૂર્ણ સફળતાના શિખરો સર કરે તેવી શુભેચ્છા શાળા સંચાલક રઘુવીરસિંહ રહેવરને તેમના જન્મદિન નિમિતે મળી રહી છે.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
