<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

રાજકોટના યુવા એડવોકેટ વિવેક સાતાનો આજે જન્‍મ દિવસ

 

રાજકોટ તા. ૩૦ :.. રાજકોટનાં યુવા એડવોકેટ, રાજકોટ બાર એસોસીએશનનાં પૂર્વ કારોબારી સભ્‍ય તથા બ્રહ્મસમાજનાં સેવાભાવી કાર્ય કરતા વિવેક સાતાનો આજે ૩૬મો જન્‍મ દિવસ છે.

એડવોકેટ વિવેક સાતાએ વર્ષ ર૦૧ર માં સનંદ મેળવી તેમનાં વતન જામખંભાળીયાથી વકીલાતની શરૂઆત કર્યા બાદ વર્ષ ર૦૧૬ માં રાજકોટમાં આવી વકીલાત શરૂ કરેલ હતી.

રાજકોટનાં સીનીયર એડવોકેટ એન્‍ડ નોટરી હરેશભાઇ પરસોડાના માર્ગદર્શન હેઠળ વકીલાત કર્યા બાદ હાલ વિવેક સાતા સ્‍વતંત્ર પ્રેકટીસ કરી રહ્યા છે. વિવેક સાતાએ  ક્રિમીનલ સાઇડ પ્રેકટીસ કરી અનેક કેસોમાં સફળતા મેળવેલ છે. તેઓએ રાજકોટ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ કોર્ટમાં લીગલ એઇડ એડવોકેટ તરીકે પણ ફરજ બજાવેલ છે. તેમજ ફેમીલી કોર્ટમાં પણ મફત કાનુની સહાય દ્વારા લીગલ એઇડ તરીકે કાર્ય કરેલ છે. હાલ તેઓએ મર્ડર કેસમાં મૃતક તરફે વકીલ રહી હેલ્‍પીંગ પ્રોસીકયુશન તરીકે આરોપીને આજીવન કેદની સજા અપાવડાવી મૃતકને ન્‍યાય અપાવડાયેલ તેમજ પત્‍નીને ત્રીપલ તલાક આપ્‍યા બાદ પણ ભરણ-પોષણ અપાવવાનો ચુકાદો મેળવેલ છે. તેમજ ફેમીલી કોર્ટમાંથી માતા કમાતી હોય તો પણ પુત્રનાં ભરણ-પોષણની જવાબદારી પિતાની કહેવાય એવા ઉમદા ચકચારી ચુકાદાઓ મેળવી સીનીયર - જૂનીયર વકીલોની પ્રસંસા મેળવી છે. આજથી બે વર્ષ પહેલા તેમની નવી ઓફીસનું ઉદઘાટન વિવેક સાતાએ તેમની માતાનાં જન્‍મ દિવસે તેમની માતાનાં હાથે શુભારંભ કરી સમાજમાં પણ ઉમદુ ઉદાહરણ દર્શાવેલ છે.

આજરોજ તેમનાં જન્‍મ દિવસે તેમનાં મિત્રો, સગા-સંબંધીઓ, સ્‍નેહીઓ તથા વકીલ મિત્રો દ્વારા તેમના મો. નં. ૯૮રપ૯ ૧રર૦૦ પર શુભેચ્‍છાઓનો ધોધ વરસાવી રહ્યા છે.

(11:09 AM IST)