તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
ભુપતભાઈ સેગલીયાનો આજે જન્મદિવસ
આહીર સમાજ અગ્રણી પૂર્વ રાજકોટ તાલુકા ભાજપ મહામંત્રી

રાજકોટઃ ભોલેનાથ મહાદેવના ઉપાસક અને ભક્ત, ટ્રસ્ટીશ્રી અખીલ ભારતીય મચ્છોયા આહિર સમાજ ભવન દ્વારકા, રાજકોટ શહેર ભાજપ વોર્ડ નં. ૯ મહામંત્રી શ્રી પ્રવિણભાઈ સેગલીયાના પિતાશ્રી તેમજ મુંજકાથી સેવાની કામગીરીનો પ્રારંભ કરનાર ભુતપુર્વ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી ભુપતભાઈ આલાભાઈ સેગલીયા આજે ૬૩ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેમના તરફથી મુંજકા ગામને રાજકોટ શહેર મહાનગરપાલિકામાં ભેળવવા માટે અનેક પ્રયત્નોને અંતે સફળતા મળી હતી.તેઓ અનેક રાજકીય અને સામાજીક સેવા પ્રવળતીઓ સાથે તેઓએ વિવિધ ક્ષેત્રોમાં સેવાકીય કાર્યો કરેલ છે. તેમના જન્મ દિવસ નિમીતે કૌટુંબીક સભ્યો, મીત્રો, શુભેચ્છકો, રાજકીય અગ્રણીઓ, વકીલ મિત્રો તથા બહોળા મિત્રો વર્તુળમાંથી તેઓના મો. નં. ૯૮૨૫૦૭૭૪૮૦ ઉપર શુભેચ્છા વર્ષી રહેલ છે. (૩૬-૭)
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
