તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd June 2025
વિ.હિ.પ.ના પૂર્વ મહામંત્રી ચમનભાઇ સિંધવનો કાલે જન્મદિવસ

રાજકોટઃ રાષ્ટ્રીય સ્વયંસેવક-સંઘ સ્વયંસેવક,પૂર્વ મહામંત્રી-વિશ્વ હિન્દુ પરિષદ-સૌરાષ્ટ્ર, ભારતીય જનતા પાર્ટી - પ્રભારી- બક્ષીપંચ મોરચા- સુરેન્દ્રનગર જિલ્લા શ્રી ચમનભાઈ સિંધવ નો આવતિકાલે ૨૪ જૂન નાં જન્મદિવસ છે.વ્યવસાયે વીવીપી કોલેજ માં ડ્રાફ્ટસમેન મીકેનીકલ નું કાર્ય સંભાળી રહ્યા છે. મુળવતન સુરેન્દ્રનગર જીલ્લાનાં પાટડી તાલુકાનાં ગવાણા ગામનાં વતની છે.
સંઘનાં બાલ્યકાળથી સ્વયંસેવક વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદ - મહાનગર - વિભાગ- પ્રાંતની વિવિધ જવાબદારીઓ સંભાળેલ, રાજકોટમાં નિકળતી જન્માષ્ટમીની ધર્મ યાત્રાને રાજકોટ થી ગુજરાત - દેશવિદેશમાં પ્રસ્થાપિત કરવામાં તેમનું મહત્વનું યોગદાન રહેલ. સાથો સાથ ર૧ વર્ષથી સંપૂર્ણ યાત્રાની જવાબદારી હનુમાન જયંતિયાત્રા-જલારામ જયંતિ યાત્રા-રામનવમી યાત્રા-વેલનાથ યાત્રા વિશ્વ મંગલ ગૌ ગ્રામ યાત્રા-ગોે યાત્રા-ની યાત્રા વિવિધ જવાબદારીઓ સંભાળેલ ૧૪ વર્ષથી જગન્નાથજી ભવ્યાતિભવ્ય રથયાત્રાનું આયોજન સંભાળેલ હિન્દુ અગ્રણી ચમનભાઈ સિંધવ ને મો. ૯૪૨૮૨૦૦૧૦૯ ઉપર શુભેચ્છાવર્ષાં થઈ રહી છે. (૩૬-૧૪)
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
