<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

રાજકીય પીચ પર અણનમ ભરત પંડયાઃ હેપ્‍પી બર્થડે

રાજકોટ : ગુજરાત ભાજપના ભૂતપૂર્વ પ્રવકતા ભરત બળદેવભાઇ પંડયા પર વાદલડી વરસી શુભેચ્‍છાના સરોવર છલી વળ્‍યા... આજે તેમના યશસ્‍વી જીવનના પ૯માં વર્ષમાં પ્રવેશ થયો છે.

તા. ર૩ જુન ૧૯૬૭ ના રોજ જન્‍મેલા શ્રી ભરત પંડયા ગુજરાતના જાહેર જીવનના સિતારા છે. યુવા કાળમાં એક દાયકા સુધી ભાજપના પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકે સેવા આપેલ રાજપા સરકારના તત્‍કાલીન મુખ્‍યમંત્રીને હરાવીને ધંધુકા મતક્ષેત્રમાંથી જાયન્‍ટ કીલર ધારાસભ્‍ય બન્‍યા હતાં. પાર્ટીના પ્રદેશ મંત્રી રહી ચૂકયા છે. બાળપણથી જ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના રંગે રંગાયેલા છે. ભાગ્‍યશાળી નેતા અને પ્રભાવશાળી વકતા છે. સંદર્ભે આંકડાઓ, અવતરણો, પ્રસંગો વગેરેને આવરી લઇને પોતાની દલીલને ચોટદાર બનાવી શકે છે. અભ્‍યાસ અનુભવ અને અવલોકનનો સંગમ તેમનામાં જોવા મળે છે. મો. ૯૮રપ૦ ૧૦૩ર૯ અમદાવાદ

(1:01 PM IST)