તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
ન્યુ એરો લાફીંગ કલબના કન્વીનર અરવિંદ વોરાનો સોમવારે જન્મદિન

રાજકોટઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના નિવૃત્ત મેનેજર અને લાફીંગ કલબ રાજકોટના ડિસ્ટ્રીકટ લેવલ કો-ઓર્ડિનેશન કમીટીના જનરલ સેક્રેટરી એવા દશાશ્રીમાળી વોરા કુટુંબના અરવિંદ વોરાનો તા. ર૩ સોમવારે જન્મદિવસ છે. ેતઓ યશસ્વી જીવનના ૭૬ વર્ષ પુરા કરી ૭૭ માં વર્ષમાં પ્રવેશ કરશે. આ દિવસે સવારે ૬:૩૦ કલાકે ન્યુ એરા સ્કૂલમાં (રૈયા રોડ, રાજકોટ) લાફીંગ કલબના સભ્યો દ્વારા ખડખડાટ હસી તેમને શુભેચ્છા પાઠશે.
તેઓએ બેંક મેનેજર કલબ રાજકોટના સેક્રેટરી, સ્ટેટ બેંકની સ્પેશ્યલ સર્વિસ વીંગ, રાજકોટ યુનિટના સેક્રેટરી, ગાંધીનગર સ્થાનકવાસી જેન સંઘના સહમંત્રી, ગીતગુર્જરી ઉપાશ્રય રાજકોટ મિત્ર મંડળના સેક્રેટરી, આત્મહત્યા નિવારણ સંસ્થા ‘‘સાથ'' અમદાવાદ વોલન્ટરીયર, બોલબાલા ટ્રસ્ટમાં કારોબારી સભ્ય અને સરગમ કલબ સંચાલિત સિનીયર સિટીઝન પાર્ક ઇવનીંગ પોસ્ટ કમિટીના સભ્ય તરીકે જવાબદારી બજાવેલ. હાલમાં શ્રી દશાશ્રીમાળી વોરા કુટુંબમંડળ (પીપરવાલા,રાજકોટ) ના સેક્રેટરી તરીકે તેમજ વિવેકાનંદ યુથ કલબ, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ સહિતની સંસ્થા સાથે જોડાયેલ છે. તેઓનું આનંદીબેન પટેલના હસ્તે કિશોરસિંહજી પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સિનીયર સીટીઝન તરીકે વિશિષ્ટ યોગદાન બદલ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ.
તેઓ તેમના જન્મદિને પોતે અભ્યાસ કરેલ શાળામાં કિશોરસિંહજી પ્રાથમિક શાળા નં. ૧ માં શાળાના વિદ્યાર્થીઓને ઉપયોગી વસ્તુઓનું સ્નેહ નિર્જર સ્કુલના દિવ્યાંગ બાળકોને નાસ્તો વિતરણ કરશે. મો. નં. ૯૪૨૬૮ ૪૯૭૧૮
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
