તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
થાણાગાલોળના સેવભાવી જગદીશભાઇ જોશીનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૮: જેતપુર તાલુકાના થાણા ગાલોળના જગદીશભાઇ જોશીનો આજે જન્મ દિવસ છે. તેમને થાણગાલોળમાં અને બોરીસાગર પરિવારમાં ૧૦૮ની છાપ ધરાવતા એવા જગદીશભાઇ અનેક સામાજિક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ છે તથા બોરીસાગર પરિવારના માતાજીના મંદિરમાં તેમજ ખાખરિયા સવાઆપાના સાનિધ્યમાં થયેલ નવું બાંધકામ તેમજ રીનોવેશનમાં ખુબ જ અંગત રસ લઇ નિસ્વાર્થ ભાવે પોતાના તન મન અને ધન થી સેવા આપી છે તેવો એગ્રી મીડિયા એ પી એમ સી ગુેજરાત રાજયમાં મેનેજીંગ તંત્રીની છેલ્લા ૧૫ વર્ષથી સેવા આપી રહ્યા છે. આ સેવા ભાવિ અને બોરીસાગર પરિવારની ૧૦૮ જગકાકાના નામથી પ્રચલિત એવા જગદીશભાઇને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ ટીમ જૂનાગઢ પાઠવી છે.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
