તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th June 2025
રાજકોટના યુવા મહિલા એડવોકેટ પ્રતિક્ષાબેન પટેલનો કાલે જન્મદિવસ

રાજકોટ, તા. ૧૪: રાજકોટના યુવા મહિલા એડવોકેટ પ્રતિક્ષા પટેલનો કાલે તા.૧૫ જુનના રોજ જન્મદિવસ છે. મુળ ધોરાજી તાલુકાનાં ભાદાજાળિયા ગામના સંસ્કારી અને સેવાભાવી ખેડૂત કુટુંબ માથી આવતા અને જાત મહેનત જિંદાબાદના સિદ્ધાંતોને વરેલા એવા ખેડૂત પુત્રી હાલ રાજકોટના યુવા મહિલા ધારાશાષાી તરીકે પોતાની આગવી મહેનત અને કઇંક કરી છૂટવાની ઈચ્છાશક્તિ, સરળ સ્વભાવ, નિખાલસ વ્યક્તિત્વ દ્વારા વકીલાતના વ્યવસાયમાં જોડાયેલા છે. અને પોતાની કાર્યશૈલી અને સેવાભાવી વિચારો અને નિષ્ઠાવાન મહેનત દ્વારા કોર્ટ પરિસર અને રેવેન્યૂ ક્ષેત્રે ખુબજ લોકચાહના અને બહોળું મિત્રમંડળ ધરાવે છે. તેઓ હાલમાં ખોડલધામ યુવા પાંખના કન્વીનર તરીકે પણ સેવા આપી રહેલ છે. તેમજ તેઓ પોતાની આવડત અને કાયદાકીય જ્ઞાનનો લાભ અનેક સમાજના છેવાડાના નાગરિકો ઉપરાંત સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓને પણ નિસ્વાર્થ ભાવે સેવા આપી રહેલ છે.
રાજકોટના મહિલા એડવોકેટ પ્રતિક્ષા પટેલ પોતાના મંગલમય જીવનમાં આનંદ-ઉમંગ-ઉત્સાહ સાથે નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે વિશાળ મિત્ર વર્તુળ, સગા-તોહીજનો-વડીલો તરફથી મોબાઇલ નં.૭૦૧૬૫ ૯૪૬૦૮ પર શુભેચ્છાની વર્ષા થઈ રહી છે
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
