તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th June 2025
પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના ચેરમેન વજીરખાન પઠાણનો જન્મ દિવસઃ ૬૯મુ વર્ષ શરૂ

સાવરકુંડલા,તા.૧૪: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માંઇનોરેટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ગુજરાત બાર એસોસિયેશનમાં પૂર્વ સદસ્ય વજીર ખાન પઠાણ નો આજે જન્મ દિવસ છે. ૬૮ વર્ષ પૂર્ણ કરી ૬૯માં વર્ષમા પ્રવેશ કરેલ છે.
બિસ્મિલ્લા ખાન પઠાણ ના ઘરે ગત તારીખ ૧૪/૬/૧૯૫૭ના રોજ જન્મ લેનાર વજીર ખાન બિસ્મિલ્લા ખાન પઠાણ સામાજિક રાજકીય કાનૂની ક્ષેત્રે અને સેવાકીય ક્ષેત્રે સંકળાઇ ને છેલ્લા ચાર દાયકા થી લોકો ની ખંત ખુમારી અને ખેલદિલી પૂર્વક સેવા ઓ બજાવી છે બજાવતા આવે છે અને બજાવતા રહેશે વજીરખાન પઠાણ અગાઉ ગુજરાત કોંગ્રેસ કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્ટ ચેરમેન તરીકે સુંદર કામ ગીરી કરી ચૂકયા છે અને ત્યાર બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના ઉપપ્રમુખ તરીકે તેમજ બોટાદ સહિત અન્ય જિલ્લા ઓ માં નિરિક્ષક તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટ ચેરમેન તરીકે હાલ સેવા ઓ બનાવે છે. ગરીબો અને જરૂરિયાત મેંદો માત્ર અડધી રાત નો હોંકારો એટલે એટીએમ જેવી કામગીરી કરવા થી લોકો માં તેમનો ભાવ અને પ્રભાવ થી લોકો માંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે રાહુલ ગાંધી સાથે સિધ્ધોજ સબંધ ધરાવતા વજીરખાન પઠાણના ઉચ્ચ લેવલે તેમની કામગીરીની સારી નોંધ લેવાય છે ગુજરાત માઈનોરેટી ડિપાર્ટમેન્ટ નું જબરૂ અને મજબૂત સંગઠન ઉભુ કરવા થી મુસ્લિમ સમાજ ના શક્તિશાળી અને કદાવર નેતા તરીકે ઉપસી આવ્યા છે. (મો.નં ૯૮૨૪૩ ૧૧૯૨૨)
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
