તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th June 2025
ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી હિરેન જોશીનો આજે જન્મ દિવસ

રાજકોટઃ જેનો મંત્ર બન્યો છે, ‘‘કરો માત્ર કામ જ કામ, રળિયામણો બન્યો ૪૦ વર્ષનો મુકામ'' ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી નેતા, રાષ્ટ્રીય સ્કાઉન્ટ એન્ડ ગાઇડના ગુજરાત કમિશનર એન.જી.આર.ડી.વેલ્ફેર ફાઉન્ડેશન બોર્ડના ડિરેકટર, ભારત સરકારના પヘમિ રેલ્વે રાજકોટ ડિવિજનલ વિકાસ સમિતિના પૂર્વ સભ્યશ્રી હિરેનભાઇ જોશીનો આજે જન્મ દિવસ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બાલ્ય કાળથી તેમના સંસ્કારોથી રંગે રંગાયેલા હિરેનભાઇ જોશી રાજકીય જીવનમાં રાજનીતિ નહિં, રાષ્ટ્ર નિતી'ની શૈલીથી કામગીરી કરે છે. રાજકોટ જિલ્લા ભાજપમાં વર્ષોથી તેમનું કાર્યક્ષેત્ર રહ્યું છે. હાલ પ્રદેશ ભાજપના મીડિયા વિભાગમાં સદસ્યની જવાબદારી પર છે. ચંદ્રમૌલેશ્વર પ્રા.લી., આર્યવર્ત ફિલ્મ પ્રોડ.પ્રા.લિ., સ્કિનીકસ બાયોકેર એલએલપી અને ગણેશ લક્ષ્મી ક્રેડિટ કો. સોસાયટીના ડિરેકટર પદે કાર્ય કરે છે. કલાવૃંદ ચેરિટેબલ ટ્રસ્ટ અને રૂદ્રસેતુ ફાઉન્ડેશન એનજીઓ ચલાવી રહયા છે. મો. ૯૮૭૯૩ ૩૦૪૧૭/ ૮૭૩૫૮ ૧૧૧૦૧
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
