<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

સાવરકુંડલાના ‘‘અકિલા''ના પત્રકાર ઇકબાલ ગોરીનો જન્‍મદિન

 

સાવરકુંડલાઃ તા.ર,  સાવરકુંડલાનાં અનેક સેવાકીય  પ્રવુતિ સાથે સંકળાયેલા  ઈકબાલ ગોરીનો આજે જન્‍મદિવસ છે.

ઈકબાલ ગોરીએ પોતાના સમગ્ર જીવન દરમિયાન હંમેશા સત્‍યને અગ્રતા આપી છે. ે. ખોટું કરવું નહીં અને ખોટું ચાલવા દેવું નહીં એ તેમના જીવનનો જાણે મુદ્રાલેખ હોય તેમ પૂરી ઈમાનદારી અને મહેનતથી પોતાનું જીવન વ્‍યતીત કરતાં ઈકબાલ ગોરી સાવરકુંડલા પત્રકાર સંઘના પ્રમુખ તરીકે સેવારત છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટનાં મહામંત્રીનું મોભાભર્યું સ્‍થાન ધરાવે છે. છતાં સંપૂર્ણ નિરાભીમાની અને સરળ વ્‍યકિતત્‍વ ધરાવતા ઈકબાલ ગોરીની જીવન પધ્‍ધતિ અનેક લોકો માટે પ્રેરણાદાયી છે. ગુલીસ્‍તાન એજયુકેશન એન્‍ડ ચેરિટેબલ ટ્રસ્‍ટનાં ચેરમેન, સાવરકુંડલા મુસ્‍લિમ સમાજનાં પૂર્વ પ્રમુખ, અમરેલી જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ મહામંત્રી તથા અમરેલી જિલ્લા કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટનાં પૂર્વ ચેરમેન તરીકે પણ ખૂબ સફળતાપૂર્વક ફરજ બજાવેલી છે. આમ અનેક જવાબદારીવાળા હોદ્દાઓ પર રહીને ખૂબ સફળતાથી એ હોદ્દાની ગરિમા અને પ્રતિષ્ઠા વધારી છે. આમ અનેક સામાજિક અને રાજકીય સેવાઓમાં હંમેશા અગ્રેસર રહેતા ઈકબાલ ગોરી ખરેખર એક વખત મળવા જેવું વ્‍યકિતત્‍વ તો અવશ્‍ય ગણાય. પોતાના જાહેર જીવનનાં ત્રણ દાયકા પસાર થયા પરંતુ હજુ સુધી પોતાના જીવનને સંપૂર્ણ દાગ રહિત અને નિષ્‍કલંક રાખીને સામાજિક અને રાજકીય જવાબદારીઓ તો રાજકોટથી પ્રસિધ્‍ધ થતા સાંધ્‍ય દૈનિક અકિલાના તેઓ રિપોર્ટર અને અખબાર વિતરક પણ છે અકિલાના મોભી  શ્રી કિરીટભાઇ ગણાત્રાએ આર્શિવાદ પાઠવ્‍યા છે. તેમના મો.  ૯૮૨૪૮ ૩૩૪૬૦ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

(12:19 PM IST)