તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th May 2025
નિવૃત શિક્ષીકા ગં.સ્વ. હરદેવીબેન નરોતમભાઇ ખેતાણીનો આજે જન્મદિન

રાજકોટઃ સૌરાષ્ટ્રનાં જાહેર જીવનના વરીષ્ઠ અગ્રણી, સહકારી ક્ષેત્રનાં નિષ્ણાંત સ્વ. નરોતમભાઇખેતાણીના ધર્મપત્ની અને પોતાના જીવનનાં ૩પ વર્ષ કેળવણીને સમર્પિત કરનાર, નિવૃત શિક્ષીકા ગં. સ્વ. હરદેવીબેન નરોતમભાઇ ખેતાણીનો તા. ૩૦ મે, શુક્રવારના રોજ જન્મદિન છે. પોતાના સમગ્ર જીવન દરમિયાન બાળકો-વિદ્યાર્થીઓ માટે સતત ગુરૂમાતાનું કર્તવ્ય પાલન કરનાર શ્રીમતી હરદેવીબેન આજે પણ પોતાની ક્ષમતા મુજબ તન, મન, ધનથી સતત માનવતાં, જીવદયા, ગૌસેવાનાં સદકાર્યોમાં સક્રિય રહે છે. હરદેવીબેન પોતાના બન્ને પુત્રો હેત ખેતાણી, સેવાભાવી અગ્રણી મિતલ ખેતાણી તથા પુત્રવધુ ડીમ્પલબેન મિતલ ખેતાણી, પૌત્રો માનસ, ધર્મ ઉપર આર્શીવાદ વરસાવી રહયા છે. મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
