<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

જૂનાગઢના કોર્પોરેટર શૈલેષ દવેના જન્‍મદિવસની સેવાકાર્યો સાથે ઉજવણી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૩૦:  જૂનાગઢ ર્વોડનં. ૧૧ ના કોર્પોરેટર અને પરશુરામ ફાઉન્‍ડેશનના ચેરમેન શેૈલેષભાઇ દવેનો આજે જન્‍મદિવસ છે. ત્‍યારે પરશુરામ ફાઉન્‍ડેશન આજે સવારે ૮ થી ૪ કલાકે રેડક્રોસ સોસાયટી ખાતે ફુલ બોડી ચેક અપ કેમ્‍પ અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમા કેડી પંડયા મુકેશ મહેતા મહેશભાઇ જોષી ગાયત્રીબેન જાની સહિતના ઉપસ્‍થિત રહયા હતા  જન્‍મ દિન નિમિતે તેમના મો. ૯૮૨૪૨ ૦૯૫૮૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(12:11 PM IST)