<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

જુનાગઢ જિલ્લાનાં પૂર્વ પોલીસ વડા હર્ષદ મહેતાનો આજે જન્‍મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૬: પૂર્વ જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાનો આજે જન્‍મદિવસ હોય તેમના પર શુભેચ્‍છાનો વરસાદ થઈ રહ્યો છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા પાસેના ગરમલી ગામના વતની અને તા. ૨૬.૫.૧૯૭૪ના રોજ જન્‍મેલા જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાનો આજે જન્‍મદિવસ છે.

એમ. એ. અંગ્રેજી અને એમઇડી અભ્‍યાસ કર્યા બાદ તેઓ પોલીસ દળમાં જોડાયા હતા. આણંદ, રાજકોટ એસપી તરીકે તેમજ સુરત ડીસીપી તરીકે સફળ ફરજ બજાવી હતી. અને છેલ્લે જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે પ્રશંશનીય ફરજ બજાવી નિવળત્ત થયેલા હર્ષદ મહેતાને તેમના જન્‍મદિવસને લઈ તેઓને અભિનંદન અને શુભેચ્‍છા પાઠવવામાં આવી રહી છે.

(2:09 PM IST)