News of Tuesday, 6th May 2025
રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ નાનજીભાઇ ખીમસુરીયાનો જન્મદિન

રાજકોટઃ ગ્રાહક ઇઝ કિંગના સુત્રને વેગવતુ બનાવનાર રાજકોટ જીલ્લાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ એવા એડવોકેટ શ્રી ખીમસુરીયા નાનજીભાઇ રૂડાભાઇનો આજે જન્મદિવસ છે. રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના લોધીકા ગામે જન્મેલ બી.એ.એલએલ.બી સુધીનો અભ્યાસ કરી રાજકોટને કર્મભૂમિ બનાવી તેઓ સરકારશ્રીની માન્યતા પ્રાપ્ત રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળમાં છેલ્લા ૧પ વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપી રહયા છે, શ્રી અમી મહિલા હસ્તકલા ઉત્પાદન અને વેચાણ સહકારી મંડળી લીમીટેડ રાજકોટના છેલ્લા ૧૮ વર્ષથી મંત્રી, શ્રી નેશનલ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી રાજકોટના ચેરમેન તરીકે છેલ્લા સાત વર્ષથી સેવા આપી રહયા છે. રાજકોટ શહેર નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં વર્ષ ર૦ર૩ થી તેમજ રાજકોટ શહેર DIVISION RAILWAY USERS CONSULTATIVE COMMITTEE WESTERN RAILWAY(DRUCC)માં ર૦ર૪ થી કાર્યરત છે. રકતદાન અંગે જાગૃતિ ફેલાવી રહયા છે. તેઓના જન્મ દિવસે (મો.૯૮૭૯૫ ૯૯૨૨૦) પર તેઓને શુભકામનાનો વરસાદ થઇ રહયો છે. ઓફિસ નં. ૭૭, ૩ જો માળ, સમૃધ્ધિભવન,ગોંડલ રોડ, રાજકોટ (ફોન નં.૦૨૮૧ ૨૪૮૦૨૭૭) (૩૬-૮)
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
