<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

વલસાડના નિષ્‍ઠાવાન અને પ્રતિષ્‍ઠાવાન નિવાસી અધિક કલેકટર અનુસુયાબેન જહાનો જન્‍મદિન

કારકુનથી અધિક કલેકટર સુધીની ઝળહળતી કારકિર્દી

રાજકોટઃ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના નિવાસી અધિક કલેકટર શ્રીમતી અનસુયાબેન જહાનો જન્‍મ તા.૩૦ એપ્રિલ ૧૯૬૭ ના દિવસે થયેલ. આજે ૫૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે સચિવાલયના કલાર્ક  તરીકે કારકિર્દીનો પ્રારંભ કરીને નિવાસી અધિક કલેકટર પદ સુધી પહોંચેલા અનસુયાબેન ૩૭ વર્ષની સરકારી સેવા બાદ આજે સાંજે નિવૃત થઇ રહયા છે.

તેણીએ ભૂતકાળમાં દાહોદ જિલ્લાના ગરબાડામાં,ં સાબરકાંઠા પંથકના મોડાસામાં, આણંદના ઉમરેઠમાં અને અમદાવાદ શહેરમાં મામલતદાર તરીકે તેમજ બનાસકાંઠાં જિલ્લામાં જિલ્લા પુરવઠા અધિકારી, મેરીટાઇમ બોર્ડમાં તથા અમદાવાદ પૂર્વમાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવેલ, છેલ્લા પોણા ત્રણ વર્ષથી વલસાડમાં નિવાસી અધિક કલેકટર તરીકે ફરજ બજાવી રહયા છે. વહીવટી તંત્રમાં નિષ્‍ઠાવાન અને પ્રતિષ્‍ઠાવાન અધિકારી તરીકે જાણીતા છે. આજે શુભેચ્‍છકો તેમને જન્‍મદિન અને નિવૃતિની શુભેચ્‍છા પાઠવી રહયા છે.

મો. ૯૯૭૮૪ ૦૫૨૫૩ અને ૮૯૮૦૯ ૮૮૯૮૯ વલસાડ

(11:55 AM IST)