તા. ૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૭ શુક્રવાર
News of Wednesday, 5th March 2025
રાજકોટના યુવા ધારાશાસ્ત્રી અજય રાઠોડનો જન્મદિવસ

રાજકોટ તા., પઃ યુવા ધારાશાસ્ત્રી અજય જે. રાઠોડ (Mr.AJ) નો આજે જન્મ દિવસ છે. મુળ સાતડા ગામ (ભૈરવધામ) ના વતની અને હાલ રહે. રાજકોટવાળા તેમણે તેમના જીવનરૂપી સફરના ૩૭ વર્ષ પુરા કરીને ૩૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તેઓએ રાજકોટ ખાતે વર્ષ-૨૦૧૭ થી જુનીયર એડવોકેટ તરીકે જિલ્લા સરકારી વકિલશ્રી (ડીજીપી) એસ. કે. વોરા સાથે વકિલાતની શરૂઆત કરી હતી તેમજ વીમા કંપનીના ઈન્વેસ્ટીગેટર અને એડવોકેટ રફીક એ. કંડીઆ સાથે ઈન્વેસ્ટીગેશન માં તેમને મદદરૂપ થાય છે. હાલ તેઓ સ્વતંત્ર રીતે પ્રેકટીશ કરી રહેલ છે. તેઓ પોતાના સારા અને મળતાવડા સ્વભાવથી વકીલ વર્તુળમાં ખુબ જ સારી લોકચાહના મેળવેલી છે. નાનપણથી જ ખુબ જ મહેનતુ અને સરળ સ્વભાવ ધરાવતા યુવા એડવોકેટ ક્રિમીનલ, સીવીલ અને કલેઈમ કેસોમાં સારી એવી કામગીરી કરેલી છે. તેમજ તેઓ ખેતીના વ્યવસાય સાથે પણ સંકળાયેલ છે. તેમને તેઓના મો.નં. ૮૪૬૦૩૫૩૪૫૪ ઉપર સગા-તોહીઓ, વડીલો, વકિલમિત્રો અને હેતુચ્છુઓ દ્વારા જન્મ દિવસની શુભકામના પાઠવવામાં આવી રહી છે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
