તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th February 2025
ગીર-સોમનાથ જીલ્લા પોલિસ વડા મનોહરસિંહ જાડેજાનો કાલે જન્મ દિવસ
રાજકોટ ડીસીપી કાર્યકાળમાં યશસ્વી કામગીરી કરી હતી

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. રપ :.. ગીર-સોમનાથ જીલ્લાના પોલીસ વડા મનોહરસિંહ જાડેજાનો કાલે તા. ર૬ ફેબ્રુઆરીને મહાશિવરાત્રીએ જન્મ દિવસ છે.
ર૬ ફેબ્રુઆરી ૧૯૭પ ના રોજ ધ્રોલ તાલુકાના જાંબેડા ગામે જન્મેલા તેઓ એમ. એસ. સી. કેમેસ્ટ્રી અભ્યાસ કરી પોલીસ દળમાં જોડાયા હતાં.
રાજકોટ ડીસીપી તરીકેનો તેમનો કાર્યકાળ પ્રજા આજે પણ યાદ કરે છે.
ગીર-સોમનાથમાં ૩પ૦ કરોડ ઉપરાંતનું ડ્રગ્ઝ અને આરોપીઓને પણ ઝડપી જીલ્લાના ઇતિહાસમાં નોંધનીય કામગીરી બજાવી એટલે સુધી કે તેઓની તથા તેમની ટીમને શુભેચ્છા અને પ્રશંસાપત્ર આપવા રાજયના ડીજી ખાસ સોમનાથ દોડી આવ્યા.
જે પોલીસ તંત્ર માટે વિરલ-ગૌરવ પ્રસંગ છે. કોડીનારના ચકચારી જંત્રાખડી બાળકી હત્યા-દુષ્કર્મ કેઇસના આરોપીઓને સત્વરે ઝડપી ફકત રપ દિવસમાં ચાર્જશીટ કરી સારા પેપર વર્ક કારણે આરોપીને ફાંસી સજા સુધી પરિણામ આપ્યું.
તાલાલા તાલુકામાં અંધશ્રધ્ધા કારણે બાળકી હત્યા કેઇસના આરોપીઓને શોધી જેઇલ ધકેલ્યા સુત્રાપાડા તાલુકામાં બોગસ નિમણુંક કાંડ કરી લોકોને ફસાવણી ટોળકી ઝડપી જોમ, જુસ્સો, મકકમતા અને પડકાર ઝીલવાની ક્ષમતાના પર્યાવ સમા તેઓએ તાલાલા તાલુકાના મોરેસીયસમાં ફસાયેલ યુવકને છોડાવવા ભરપુર મહેનત કરી સફળતા મેળવી.
જીલ્લાના પોલીસ સ્ટેશનોનું નવીનીકરણ સાફ-સુથરાં બનાવી પોલીસ જવાનોમાં સ્પોર્ટસ, ક્રિકેટ મેચો દર મહિને સારી કામગીરી કરનારનું સન્માન સ્ટાફ સુવિધાઓ અને ગંભીર ઇજા-માંદગી સમયે ખડેપગે આર્થિક મદદ સાથે ઊભા રહેલ છે. માનવ - સંવેદનશીલતાના પણ અઢળક કિસ્સાઓ દાખવ્યા જેમાં કોડીનાર ખાતે ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને શોધી વિરાટનગર શાળામાં પ્રવેશ કરાવ્યો. તેમના જન્મદિને ઠેરઠેરથી અભિનંદન શુભેચ્છાઓનો વરસાદ (મો. ૯૯૭૮૪ ૦પ૯૭૪) ઉપર થઇ રહ્યો છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
