તા. ૧૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૮ બુધવાર
News of Tuesday, 25th February 2025
ગૌભકત-કથાકાર શાસ્ત્રી શંકર મહારાજનો જન્મદિન

રાજકોટ તા. રપઃ ગૌ ભકત અને આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. શાસ્ત્રી શંકર મહારાજ જોષી (ગરણીવાળા-રાજકોટ)નો આજે જન્મ દિવસ છે. દેશ વિદેશમાં અત્યાર સુધીમાં પ૯૯ કથા સત્સંગ પૂર્ણ કર્યા છે. સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન તથા કાઠિયાવાડની લોક ગાયકી આકાશવાણી રાજકોટ અને દૂરદર્શનના બી. હાઇગ્રેડ ગાયક છે. તા. ર૬ને શિવરાત્રીના દિવસે બુધવારે સવારે ૮-૩૦ વાગ્યે આકાશવાણી પર તેમનું શિવરાત્રી મહિમા પ્રવચન સાંભળવા મળશે. રામાયણ, ભાગવત, ઉપરાંત શિવ મહાપુરાણ તથા દેવી ભાગવત...શ્રી રામદેવ ચરિત્ર... શ્રી જલારામ બાપાનું જીવન દર્શન સહિત લગભગ બધાંજ પુરાણ અને ધર્મ ગ્રંથો ઉપર તેઓશ્રી કથા સત્સંગ કરે છે.
અત્યાર સુધીમાં લગભગ ૧૬ જેટલા દેશોમાં ભારતીય સંસ્કૃતીનો પ્રચાર કર્યો છ.ે કથા સત્સંગ સાથે શ્રી કષ્ટભંજનદેવ ચે. ટ્રસ્ટનાં માધ્યમથી ૧૯૯૮ થી સમાજ સેવા...સમુહ લગ્ન, સમુહ યજ્ઞોપવીત, કથા સત્સંગ યાત્રા સહિત અનેક વિધ સેવા પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તેમના દ્વારા સ્થાપિત ઘણી ગૌ શાળાઓ અને અન્નક્ષેત્ર આજે પણ કાર્યરત છે. હાલ તેઓશ્રી વરણી ‘‘સનાતન મંડળ ભારત રાષ્ટ્ર''ના સંગઠન મંત્રી તરીકે કરવામાં આવી છે. વિહિપના ધર્માચાર્ય છે. કારસેવાથી લઇ અનેક સેવા પ્રકલ્પમાં હાજર રહી ધર્મ રક્ષા કરી રહ્યા છે. શ્રી કષ્ટભંજનદેવના પરમ ઉપાસક છે તેથી દર મંગળ-શનિવાર દાદાને શરણે ગૃહમંદિરે નિઃશુલ્ક માર્ગદર્શન આપી રહયા છે. પૂ. શાસ્ત્રીજીએ ૬૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છ.ે (મો. ૯૮ર૪૮ ૧૧૯૧૩)
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
