તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
વિરપુર જલારામના યુવા પત્રકાર કિશનસિંહ મોરબીયાનો જન્મદિવસ

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ અને જગવિખ્યાત યાત્રાધામ વિરપુર જલારામધામના ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના યુવા પત્રકાર કિશનસિંહ મોરબીયા (ક્રિશરાજસિંહ રાજપૂત)નો આજે ૨૨ ફેબ્રુઆરીના રોજ જન્મદિવસ છે. પૂજ્ય જલારામ બાપાના ધામ વિરપુર જલારામધામમાં છેલ્લા ઘણા સમયથી વિરપુર તેમજ વિરપુર પંથકના આજુબાજુના બનાવોને કેમેરામાં કંડારીને ઈલેક્ટ્રોનિક મીડિયા તેમજ પ્રીન્ટ મીડિયાના માધ્યમથી લોક પ્રશ્નોને વાચા આપનાર વિરપુર પત્રકાર મીડિયા સંઘના યુવા પત્રકાર કિશનસિંહ મોરબીયા (ક્રિશરાજ સિંહ રાજપૂત) નો આજે જન્મદિવસ છે.વીરપુરના યુવા પત્રકાર કિશનસિંહ મોરબિયાને ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના આગેવાનો, અગ્રણીઓ, યુવાનો તેમજ બહોળો મિત્રવર્ગ અને અધિકારી વર્ગ તથા બિન અધિકારીવર્ગ તેમના મો.૮૦૦૦૦ ૬૩૧૩૧ ઉપર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યાં છે.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
